શોધખોળ કરો

આજથી બેંકો અને શેરબજારમાં રોકાણને લગતા નિયમોમાં ક્યા ફેરફાર બન્યા અમલી ? કાર હોય તો પણ આ વિગત જાણવી જરૂરી

શેર બજારમાં રોકાણ માટે 1 સપ્ટેમ્બરથી માર્જિનના નવા નિયમો અમલમાં આવ્યા છે.

નવી દિલ્હીઃ આજથી એટલે કે 1લી સપ્ટેમ્બરથી ઘણાં નિયમોમાં ફેરફાર થયા છે જેની સીધી અસર સામાન્ય લોકો પર પડવાની છે. આજતી જે ફેરફાર લાગુ થાના છે તેમાં બેન્કિંગથી લઈને ફ્લાઈટમાં મુસાફરી સુધીનો સમાવેશ થાય છે. ઉપરાંત લોનનો હપ્તો, એલપીજી સિલિન્ડર અને સ્ટોક માર્કેટને લઈને નિયમોમાં પણ ધરખમ ફેરફાર થયા છે. હવાઈ મુસાફરી મોંઘી થશે 1 સપ્ટેમ્બરથી એરલાઈન્સ ભાડામાં વધારો કરી શકે છે. નાગર ઉડ્ડયન મંત્રાલેય 1 સપ્ટેમ્બરથી ફ્લાઈટ માટે લેવામાં આવતી એવિએશન સિક્યોરિટી ફી (ASF)માં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. લોકલ મુસાફરો પાસેથી હવે ASF ફી 160 રૂપિયા લેવામાં આવશે જે પહેલા 150 રૂપિયા હતી જ્યારે ઇન્ટરનેશનલ ટૂરિસ્ટ્સ પાસેથી 5.20 ડોલર લેવામાં આવશે જે પહેલા 4.85 ડોલર હતી. લોનના હપ્તાનો ભાર વધશે કોરોનાને ધ્યાનમાં રાખીને લોનના હપ્તા પર માર્ચ મહિનામાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતે જે 31 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે.હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, સેન્ટ્રલ બેંક આ સુવિધા વધારવાના મૂડમાં નથી. જો આ પ્રતિબંધ આગળ ન વધે તો સપ્ટેમ્બર મહિનાથી લોનનો હપ્તો ચૂકવવો પડશે. LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર 1 સપ્ટેમ્બરના રોજ LPGના ભાવમાં ફેરફાર થશે. દર મહિનાની પ્રથમ તારીખે ભાવમાં ફેરફાર થાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજીના ભાવમાં થોડો સુધારો કર્યો છે. GST મોડેથી ચૂકવશો તો વ્યાજ આપવું પડશે સરકારે કહ્યું કે, જીએસટી મોડેથી ચૂકવાવ પર 1 સપ્ટેમ્બરથી ટેક્સ પર વ્યાજ લેવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં અંદાજે 46,000 કરોડ રૂપિયાના બાકી વ્યાજની વસૂલાત માટે GST ચૂકવણીમાં વિલંબ થતાં ઉદ્યોગોએ ચિંતા વ્યક્ત કરી હતી. વ્યાજ કુલ રકમ લેવામાં આવ્યું હતું. સ્ટોક માર્કેટમાં રોકાણને લગતા નિયમોમાં ફેરફાર શેર બજારમાં રોકાણ માટે 1 સપ્ટેમ્બરથી માર્જિનના નવા નિયમો અમલમાં આવ્યા છે. આ નિયમો કાસ કરીને રિટેલ રોકાણકારોને વધારે અસર કરશે. નવા નિયમ અનુસાર બ્રોકર પાસેથી માર્જિનનો લાભ હવે રોકાણકારો નહીં લઈ શકે. રોકાણકાર ફ્રંટ માર્જિન તરીકે જેટલી રકમ બ્રોકરને આપશે એટલી જ રકમના શેર તે ખરીદી શકશે. સેબીએ માર્જિન ટ્રેડિંગમાં સુધારો કર્યો છે. અત્યાર સુધી પ્લેજ સિસ્ટમમાં રોકાણકારની ભૂમિકા ઓછી અને બ્રોકરેજ હાઉસની વધારે હતી. નવી સિસ્ટમમાં શેર તમારા ખાતાંમાં જ રહેશે અને ત્યાં જ ક્લિયરિંગ હાઉસ પ્લેજ માર્ક કરી દેશે. તેનાથી બ્રોકરના અકાઉન્ટમાં સ્ટોક્સ નહીં જાય. Fastag હશે તો જ ડિસ્કાઉન્ટ મળશે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે Fastagને લઈને કેટલીક સ્પષ્ટતા કરી છે. જેમાં 24 કલાકની અંદર કોઈપણ સ્થળેથી પર ફરવા પર વાહન પર Fastag લગાવેલ હશે એ જ વાહનને ટોલ ટેક્સમાં છૂટ મળશે. અત્યાર સુધી આ સુવિધા દરેક માટે હતી. પરંતુ હવે ટોલ ટેક્સની રોકડમાં ચૂકવણી કરનારાઓને આ ડિસ્કાઉન્ટ નહીં મળે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
Advertisement

વિડિઓઝ

Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Banaskantha Farmers Protest :  પાલનપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જમીનનું પૂરતું વળતર આપવા માંગ
Morbi Accident : મોરબીમાં ભયંકર અકસ્માત , ચાર લોકો જીવતા ભૂંજાયા, 7 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને ખેતીબેંકનો ટેકો
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પનું ટેરિફ તિકડ્મ!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
Embed widget