Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
સુરતમાં બેફામ કાર ચાલકનો કહેર......ઓલપાડ-સાયણ રોડ પર રાત્રે કાર ચાલકે બે સાયકલ ચાલકને ઉડાવ્યા....જેમાં એક સાયકલ પર સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા...જ્યારે અન્ય સાયકલ ચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયો...અકસ્માત એટલો ભયનક હતો કે અકસ્માત બાદ કાર ગટરમાં પલટી...અકસ્માતની જાણ થતા પોલીસને સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો..અને કાર ચાલકની અટકાયત કરી..
મળતી વિગતો પ્રમાણે સુરતમાં ઓલપાડ -સાયણ રોડ પર સર્જાયો અકસ્માત. માધવ ઇન્ડસ્ટ્રીઝ પાસે રોડ પર ગઈકાલે રાત્રે બની ઘટના. બેફામ કાર ચાલકે બે સાયકલ ચાલકને ઉડાવ્યા. એક સાયકલ પર સવાર બે લોકોના ઘટના સ્થળે થયા મોત . જ્યારે અન્ય સાયકલ ચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયો. અકસ્માત સર્જી કાર ગટર માં પલટી મારી ગઈ. ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોચી બને મૃતદેહ નો કબજો લઈ પીએમ અર્થે ખડવામાં આવ્યા . પોલીસે કાર ચાલકની કરી અટકાયત.



















