(Source: ECI/ABP News/ABP Majha)
4 જુલાઇ બાદ કોરોનાના મૃત્યુઆંકમાં થતી વધઘટ ચિંતાજનક?, શું આ ભયંકર થર્ડ વેવના સંકેત છે. જાણો શું કહે છે. એકસ્પર્ટ
દેશમાં કોરોનાના કેસમાં 4 જુલાઇથી ડેઇલી મૃત્યુઆંકમાં મોટી વધધટ જોવા મળી રહી છે. કોરોનાના સંક્રમણના આ વલણને એકસ્પર્ટે ચિતાજનક ગણાવ્યું છે
નવી દિલ્લી: એકસ્પર્ટના મત મુજબ ભારતભરમાં કોવિડ -19 પેટર્નમાં એક ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી ડો.વિપિન શ્રીવાસ્તવે જણાવ્યું કે, 4 જુલાઈએ રોગચાળાની ત્રીજી લહેર શરૂ થવાની આગાહી કરી હતી. છેલ્લા 463 દિવસોથી કેસો અને મૃત્યુના આંકડા સૂચવે છે કે, ત્રીજી તરંગ વધુ ખરાબ માટે વળાંક લઈ રહી છે.
મોટી પ્રમાણમાં વધધટ જોવા મળી રહી છે. ખાસ કરીને ડેઇલી ડેથ રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે તો 558 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
ટાઇમ્સના અહેવાલ મુજબ, 24 જુલાઈથી 7 ઓગસ્ટ સુધીમાં ધીરે ધીરે ડેઇલી ડેથ લોડ થતો વધારો ચિંતાજનક છે.એકસપર્ટના મત મુજબ જો બે તૃતિયાંશ વસ્તીમાં સિરોપોઝિટિવિટી હોવા છતાં પણ હજું આપણો દેશ હર્ડ ઇમ્યુનિટીથી ઘણો દૂર છે.
પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી ડો.વિપિન શ્રીવાસ્તવે કોરોનાથી દૈનિક મૃત્યુભાર એટલે કે (DDL) પોસ્ટ કર્યું છે. જે છેલ્લા કેટલા સપ્તાહથી વધુ ખરાબ રીતે વધઘટ થતો જોવા મળી રહ્યો છે. ડીડીએલ સકારાત્મક મૂલ્યો તરફ વધુ સ્થળાન્તરિત થઇ ગયું છે. જે અનિચ્છનિય છે. 15 દિવસોની અવધિમાં 15 જુલાઇથી 7 ઓગસ્ટ સુધી આ મોકે અને ત્યારબાદ 10 દિવસોમાં સાત વખત પોઝિટિવ રહ્યો. એક્સપર્ટના આ આંકડાનું વલણ દર્શાવે છે કે, થર્ડ લહેર તેના ખરાબ મોડ પર જઇ રહી છે.
ડેઇલી ડેથ રેટમાં સતત વધારો
દેશની લગભગ 2 તૃતિયાંશ આબાદી સિરોપોઝિટિવ હોવા છતાં પણ દેશ હજુ હર્ડ ઇમ્યુનિટિથી દૂર છે. 4 જુલાઇથી ડેઇલી ડેથ રેટમાં થતી વધઘટ સોથી મોટું ચિંતાનું કારણ છે. એક્સપર્ટના મત મુજબ આવું ત્યારે થાય છે જ્યારે લેન્ડસ્કેપમાં ક્રોસઓવર થાય છે. જેથી દૈનિક મોતની સંખ્યા વધતી પ્રવૃતિથી ઘટતી પ્રવૃતિમાં બદલી જાય છે. જો કે ડીડીએલમાં થતી મોટાપાયે વધઘટ એક રસપ્રદ પાસુ છે અને જે પહેલાની તુલનામાં વધુ પણ છે.