પદ્મ પુરસ્કાર 2024 માટે નામાંકનની આ છે છેલ્લી તારીખ, આ રીતે કરી શકશો એપ્લાય
પ્રજાસત્તાક દિવસ 2024ના અવસરે જાહેર થનારા પદ્મ પુરસ્કારો માટે ઓનલાઈન નામાંકન 1 મે 2023થી ખુલ્લુ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે.
Padma Awards 2024 Nominations: પ્રજાસત્તાક દિવસ 2024ના અવસરે જાહેર કરવામાં આવનાર પદ્મ પુરસ્કારો માટે ઓનલાઈન નામાંકન 1 મે 2023થી ખુલ્લું છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન નેશનલ એવોર્ડ પોર્ટલ https://awards.gov.in પર ઓનલાઈન આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.
The online nominations for #PadmaAwards2024 opens today. The last date for nominations is 15th September, 2023. Nominations to be received online on Rashtriya Puraskar Portal (https://t.co/oEt6VPQtvA)#PeoplesPadma pic.twitter.com/zNumKSNHnu
— All India Radio News (@airnewsalerts) May 1, 2023
પદ્મ પુરસ્કારો માટે પાત્રતા
પદ્મ પુરસ્કાર અંતર્ગત પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારો આપવામાં આવે છે, જે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક છે. 1954થી શરૂ કરીને દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આ પુરસ્કારો ચોક્કસ કાર્ય, સિદ્ધિઓ અને સેવાઓ માટે આપવામાં આવે છે. પદ્મ પુરસ્કારો કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, મેડિકલ, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જાહેર બાબતો, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ જેવા તમામ ક્ષેત્રોમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ અને સેવાઓ માટે આપવામાં આવે છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં કામ કરતા સરકારી કર્મચારીઓ સિવાયના ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પદ્મ પુરસ્કારો માટે પાત્ર નથી.
પદ્મ પુરસ્કારો માટે સ્વ નામાંકિત
સરકાર પદ્મ પુરસ્કારોને 'પીપલ્સ પદ્મ'માં રૂપાંતરિત કરવા મક્કમ છે. આથી તમામ નાગરિકોને સ્વ નામાંકન અને ભલામણો કરવા વિનંતી કરવામાં આવે છે. જો તમે ઇચ્છો તો તમે તમારા માટે નોમિનેશન પણ કરી શકો છો. નોમિનેશન અને ભલામણ માટે પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મેટમાં આપેલ તમામ જરૂરી વિગતો હોવી જોઈએ. એક વ્યાખ્યાત્મ પત્રમાં 800 શબ્દમાં લખવામાં આવે જેમાં નામાંકિત વ્યક્તિ સંબંધિત ક્ષેત્ર, વિષયમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ અને સેવાઓ વિશે માહિતી આપવામાં આવે.
પદ્મ એવોર્ડ પોર્ટલની મુલાકાત લઈને ઓનલાઈન નોમિનેશન કરો
મહિલાઓ, સમાજના નબળા વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, વિકલાંગ વ્યક્તિઓ અને સમાજની નિઃસ્વાર્થ સેવા કરનારા લોકોમાંથી આવી પ્રતિભાશાળી વ્યક્તિઓને ઓળખવા માટે એક નક્કર પ્રયાસ થવો જોઈએ, જેમની શ્રેષ્ઠતા અને સિદ્ધિઓ ખરેખર આદરને પાત્ર છે. આ સંબંધમાં વધુ માહિતી ગૃહ મંત્રાલયની વેબસાઇટ https://mha.gov.in અને પદ્મ એવોર્ડ પોર્ટલ https://padmaawards.gov.in પર 'એવોર્ડ્સ એન્ડ મેડલ્સ' નામથી ઉપલબ્ધ છે.