શોધખોળ કરો
Advertisement
કર્ણાટક સરકારમાં 3 ઉપ-મુખ્યમંત્રી, 17 મંત્રીઓને ખાતાની કરી ફાળવણી, જાણો
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે 17 નવા મંત્રીઓને વિભાગ સોંપવામાં આવ્યા હતા. કર્ણાટક રાજ્યમાં ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
બેંગલુરૂ: કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે 17 નવા મંત્રીઓને વિભાગ સોંપવામાં આવ્યા હતા. કર્ણાટક રાજ્યમાં ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગોવિંદ મકથપ્પા કરાજોલ, ડૉ અવસ્થ નારાયણ સીએન અને લક્ષ્મણ સંગપ્પા સાવદી નાયબ મુખ્યમંત્રી હશે. ઉલ્લેખનીય છે કે લક્ષ્મણ સાવદી ધારાસભાના સદસ્ય નથી.
પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારને ઉદ્યોગ મંત્રાલય, બે પૂર્વ મુખ્યમંત્રી કે એસ ઈશ્વરપ્પા અને આર અશોકને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ અને રેવન્યૂ વિભાગ ફાળવવામાં આવ્યા છે. વરિષ્ઠ નેતા બી શ્રીરામુલૂને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી બનાવાયા છે. અન્ય મંત્રીમાં વી સોમન્નાને આવાસ, સી ટી રવિને પર્યટન અને સ્સ્કૃતિ, બસવરાજ બોમ્મઈને ગૃહ, કોટા શ્રીનિવાર પુજારીને મત્સ્ય, બંદર અને ટ્રાંન્સપોર્ટ, સીસી પાટીલને ખાણ, પ્રભુ ચૌહાણને પશુપાલન અને શશિકલા જોલેને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો પ્રભાર આપવામાં આવ્યો છે.Govind Makthappa Karajol, Dr. Ashwath Narayan CN, & Laxman Sangappa Savadi appointed as Deputy Chief Ministers of Karnataka. Portfolios also allocated to 14 other State Ministers. pic.twitter.com/7zGu6uh5bV
— ANI (@ANI) August 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement