શોધખોળ કરો
જમ્મુમાં ઘૂસણખોરી કરી રહેલા ત્રણ આતંકીઓને સેનાએ કર્યા ઠાર

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના તંગધાન સેક્ટરમાં નિયંત્રણ રેખા પર શનિવારે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આંતકીઓને સેનાએ ઠાર માર્યા છે.પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ‘આતંકવાદી ઉત્તર કાશ્મીના કુપવાડા જિલ્લામાં તંગધાન સેક્ટમાં નિયંત્રણ રેખા પર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમાંથી ત્રણને ઠાર કર્યા છે.’ પોલીસે જણાવ્યું કે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિદેશક એસ પી વૈદે પણ આતંકીઓ માર્યા ગયાની પુષ્ટી કરી હતી. વૈદે ટ્વિટ કરી કહ્યું, "સેનાએ આજે કુપવાડાના તંગધાર સેક્ટરમાં ઘૂસણખોરી કરી રહેલા ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે."
વધુ વાંચો





















