શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીર : પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકી ઠાર, એક જવાન શહીદ
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા પ્રમાણે રાત્રે આશરે એક વાગ્યે પોલીસ અને સુરક્ષાદળોએ આતંકીઓને પકડવા માટે સર્ચ અભિયાન શરૂ કર્યું હતું.
પુલવામા : જમ્મુ-કાશ્મીરના પુલવામાના જદુરા વિસ્તારમાં ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા પ્રમાણે રાત્રે આશરે એક વાગ્યે પોલીસ અને સુરક્ષાદળોએ આતંકીઓને પકડવા માટે સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. અથડામણ દરમિયાન ગંભીર રીતે ઘાયલ એક જવાન શહીદ થયા છે. ઘાયલ થયા બાદ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે, ભારતીય સુરક્ષાદળોને બાતમી મળી હતી કે કેટલાક આતંકીઓ પુલવામાના જદુરા વિસ્તારમાં છૂપાયેલા છે. આ આતંકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે. બાતમીના આધારે સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસને સાથે રાખીને આખા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી. આ દરમિયાન એક ઘરમાં આતંકી ગતિવિધિ જોવા મળી હતી.
જે બાદમાં સુરક્ષાદળોએ આતંકીઓને હથિયાર ફેંકીને બહાર આવવાનું કહ્યું હતું. જે બાદમાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં ભારતીય સુરક્ષાદળોએ પણ ફાયરિંગ કર્યું હતું. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ત્રણ આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છૂપાયા હોવાની સંભાવના હોવાથી સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શુક્રવારે સુરક્ષાધલોએ શોપિયામાં ચાર આતંકીને ઠાર કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion