Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ
Complaint Against AR Dairy: તિરુમાલા પ્રસાદમાં ભેળસેળના મામલામાં સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં FSSAIએ એક ડેરી કંપનીને નોટિસ મોકલી તેનો જવાબ માંગ્યો હતો.
Tirumala Laddu Row: આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજીના પ્રસાદ (લાડુ)ને લઈને હોબાળો મચ્યો છે. આ દરમિયાન, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. ટીટીડીના જનરલ મેનેજર પી મુરલી કૃષ્ણાએ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં એઆર ડેરી ફૂડ પ્રાઈવેટ લિમિટેડ, ડિંડીગુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઘીના ચાર સેમ્પલમાં પશુઓની ચરબી મળી આવી હતી
આ અગાઉ, સરકારે પોલીસ અધિકારી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીના નેતૃત્વમાં એક SITની રચના કરી છે જે ભેળસેળના કેસની તપાસ કરશે. તો બીજી તરફ, એક દિવસ પહેલા, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તમિલનાડુ સ્થિત એક કંપનીને કારણ બતાવો નોટિસ જારી કરી છે. આરોપ છે કે તિરુમાલા મંદિરના પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીના ચાર સેમ્પલમાં પશુઓની ચરબી મળી આવી હતી.
FSSAI એ એઆર ડેરીને પૂછ્યો આ સવાલ
FSSAI એ એઆર ડેરી ફૂડ પ્રાઇવેટ લિમિટેડને નોટિસ જારી કરીને પૂછ્યું છે કે શા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (Food Products Standards and Food Additives) રેગ્યુલેશન્સ, 2011 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ તેનું કેન્દ્રીય લાઇસન્સ સસ્પેન્ડ ન કરવું જોઈએ. રેગ્યુલેટરે કહ્યું કે સેન્ટ્રલ લેબોરેટરીમાં ઘીના સેમ્પલના પૃથ્થકરણમાં જાણવા મળ્યું કે તે ધોરણોને અનુરૂપ નથી.
TTD ની ઘી ખરીદતી સમિતિએ પૂરા પાડવામાં આવેલા તમામ નમૂનાઓ પરીક્ષણ માટે ગુજરાતના આણંદમાં આવેલી NDDB કાફ લેબમાં મોકલવામાં આવ્યા છે. FSSAI ને જાણવા મળ્યું કે ઘી માન્ય ધારાધોરણોને અનુરુપ નથી.
આંધ્રપ્રદેશના સીએમના દાવા બાદ વિવાદ શરૂ થયો હતો
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ તાજેતરમાં દાવો કર્યો હતો કે ગત YSRCP સરકાર દરમિયાન તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવા માટે પશુઓની ચરબી મિશ્રિત ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો. નાયડુએ બાદમાં આ દાવાઓની તપાસ માટે વિશેષ તપાસ ટીમની જાહેરાત કરી હતી. રવિવારે, પૂજારીઓએ મંદિર અને પ્રસાદને શુદ્ધ કરવા માટે ધાર્મિક વિધિઓ કરી હતી. મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે લાડુ પ્રસાદની પવિત્રતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, જ્યારથી તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળની વાત સામે આવી છે ત્યારથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: