શોધખોળ કરો

Cash For Query: ગંભીર આરોપોનો સામનો કરી રહેલ મહુઆ મોઈત્રાએ આપી પહેલી પ્રતિક્રિયા, કહ્યું, તેના પિતા પર બંદૂક તાકીને...

Cash For Query: તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રા પર શુક્રવારે (20 ઓક્ટોબર) સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લેવાના આરોપો પર હુમલો ચાલુ રહ્યો.

Cash For Query: તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રા પર શુક્રવારે (20 ઓક્ટોબર) સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લેવાના આરોપો પર હુમલો ચાલુ રહ્યો. લોકસભાની એથિક્સ કમિટીના ચેરમેન વિનોદ સોનકરે જણાવ્યું હતું કે તેમને હિરાનંદાની ગ્રુપના સીઈઓ દર્શન હિરાનંદાનીનું એફિડેવિટ મળ્યું છે, જે રિયલ એસ્ટેટ અને એનર્જી સેક્ટરમાં કામ કરે છે. તેના પર ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ પલટવાર કરતા કહ્યું કે ભાજપનો એજન્ડા મને ચૂપ કરવાનો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે અદાણી કેસમાં મારું મોઢું બંધ રાખવા માટે મને લોકસભામાંથી હાંકી કાઢવાનો એજન્ડા છે.

એથિક્સ કમિટીના ચેરમેન વિનોદ સોનકરે શું કહ્યું?
વિનોદ સોનકરે કહ્યું, મને શુક્રવારે (20 ઓક્ટોબર) મારા કાર્યાલયમાંથી માહિતી મળી કે હિરાનંદાનીનો બે પાનાનો પત્ર આવ્યો છે. મેં 26મીએ એથિક્સ કમિટીની એક બેઠક બોલાવી છે, જેમાં સાંસદ નિશિકાંત દુબે અને વકીલોએ બોલાવવામાં આવ્યા છે. સોનકરે જણાવ્યું હતું કે, "નિશિકાંત દુબે સમિતિ સમક્ષ આવશે અને તેમનું નિવેદન નોંધશે અને તેમની પાસે જે પણ પુરાવા હશે તે સમિતિને આપશે. સમિતિ આ તમામ પુરાવાઓની સંજ્ઞાન લીધા પછી તપાસ કરશે.

શું છે એફિડેવિટમાં?
દર્શન હિરાનંદાનીએ ગુરુવારે (19 ઓક્ટોબર) એફિડેવિટમાં જણાવ્યું હતું કે મોઇત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મોઇત્રાનો ઇરાદો પીએમ મોદીની છબી ખરાબ કરવાનો હતો કારણ કે તેમની પ્રતિષ્ઠાને કારણે વિપક્ષી પાર્ટીઓને તેમના પર હુમલો કરવાની તક મળતી નથી. તેણે દાવો કર્યો હતો કે મોઇત્રા સતત મોંઘી લક્ઝરી વસ્તુઓ, મુસાફરી ખર્ચ, રજાઓ ઉપરાંત દેશ અને વિશ્વના વિવિધ સ્થળોએ તેની મુસાફરીઓ માટે મદદની માગ કરતી હતી.

મહુઆ મોઇત્રાએ બીજું શું કહ્યું?
મોઇત્રાએ કહ્યું મારી પાસે અદાણી-નિર્દેશિત મીડિયા સર્કસ ટ્રાયલ અથવા ભાજપના ટ્રોલ્સનો જવાબ આપવાનો સમય કે રસ નથી. તેણીએ કહ્યું, હું નાદિયામાં દુર્ગા પૂજા મનાવી રહી છું. શુભો ષષ્ઠી. મોઇત્રાએ કહ્યું, ત્રણ દિવસ પહેલા (16 ઓક્ટોબર 2023), હિરાનંદાની ગ્રુપે એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે તેમની સામે લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. આજે (19 ઓક્ટોબર 2023) એક કબૂલાતનું સોગંદનામું પ્રેસમાં લીક થયું હતું. આ એફિડેવિટ સફેદ કાગળના ટુકડા પર છે, તેનું કોઈ લેટરહેડ નથી અને મીડિયામાં લીક થયા સિવાય સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યું નથી.

તેણે કહ્યું, PMOએ દર્શન અને તેના પિતા પર બંદૂક તાકી અને તેમને મોકલેલા પત્ર પર સહી કરવા માટે 20 મિનિટનો સમય આપવામાં આવ્યો. તેમના તમામ ધંધા-રોજગારોને સંપૂર્ણ બંધ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેના પિતા રિયલ એસ્ટેટના વ્યવસાયમાં છે, જે સરકારના લાયસન્સ પર નિર્ભર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pm Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
Pm Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pm Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
Pm Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget