(Source: ECI/ABP News/ABP Majha)
Delhi Assembly માં અરવિંદ કેજરીવાલે કહ્યુ- 'બની શકે છે આવતીકાલે કેન્દ્રમાં અમારી સરકાર હોય, દુનિયામાં કાંઇ કાયમી નથી'
કેજરીવાલે કહ્યું કે હું ઈચ્છું છું કે મારી સાથે બેઠકમાં ભાજપના ધારાસભ્યો પણ હાજર રહે. દુનિયામાં કંઈ પણ કાયમી નથી
Delhi Assembly Update: દિલ્હી વિધાનસભા સત્રના બીજા દિવસની શરૂઆત હોબાળા સાથે થઇ હતી. બાદમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહમાં પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે કોઈપણ સરકાર આજીવન ટકશે નહીં. આવતીકાલે કેન્દ્રમાં અમારી સરકાર બની શકે છે. અમે ચૂંટાયેલી સરકારનું સન્માન કરીએ છીએ. સીએમ કેજરીવાલે કહ્યું કે આ એક સામંતવાદી માનસિકતા છે કે ગરીબોને પ્રગતિ ન થવા દેવી જોઈએ. એલજી સાહેબ કહે છે કે, દેશમાં જ ટ્રેનિંગ કરાવો, કેમ કરાવો? શું આપણે ગરીબના બાળકને સારું શિક્ષણ ન આપી શકીએ? આ દિલ્હીની જનતાના પૈસા છે, અમે આમ કરીશું, સવાલ એ છે કે આ વાત કરનાર એલજી કોણ છે? એલજી કોણ છે? કોણ એલજી છે, તે આવીને અમારા માથા પર બેસી ગયા છે.
Time is very powerful,nothing is permanent in the world. If one thinks that one will remain in power forever, then that's not going to happen. Today we're in power in Delhi & they're (BJP) in power in Centre, tomorrow it might happen we'll be in power in Centre: Delhi CM Kejriwal pic.twitter.com/FVv1MgdMyB
— ANI (@ANI) January 17, 2023
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે રાજ્યમાં ચૂંટાયેલી સરકાર ચલાવવી જોઈએ કે એક જ વ્યક્તિની મરજી ચાલવી જોઇએ તે ખૂબ જ ગંભીર બાબત છે. હું એલજીને મળવા ગયો હતો, આજે વિગતવાર કહીશ શું થયું?
They (BJP) don't want teachers to visit Finland. Many MPs of BJP & their children have studied in foreign countries...If we want to provide better education to children of poor, then who're they to stop? It's a feudal mindset & Delhi LG has that mindset: Delhi CM Kejriwal pic.twitter.com/PxMZkVvGog
— ANI (@ANI) January 17, 2023
આવતીકાલે કેન્દ્રમાં પણ અમારી સરકાર બની શકે છે
હું ઈચ્છું છું કે મારી સાથે બેઠકમાં ભાજપના ધારાસભ્યો પણ હાજર રહે. દુનિયામાં કંઈ પણ કાયમી નથી. જો કોઈ એવું વિચારે કે આજે અમારી સરકાર છે, તે હંમેશા અમારી જ રહેશે, તો એવું નથી. કેન્દ્રમાં તેમની સરકાર છે, તેમની પાસે એલજી છે. આવતીકાલે એવું પણ બને કે કેન્દ્રમાં અમારી સરકાર હોય, દિલ્હીમાં એલજી હોય. બની શકે કે કોંગ્રેસ, ભાજપ કે અમારી સરકાર દિલ્હીમાં હોય. અમે સુનિશ્ચિત કરીશું કે અમારા એલજી આ રીતે પરેશાન ન કરે. અમે ચૂંટાયેલી સરકારનું સન્માન કરીએ છીએ.
દિલ્હીના સીએમએ વિધાનસભામાં કહ્યું કે સરકારો બદલાતી રહે છે. હંમેશા કોઈ એકની સરકાર ન હોઈ શકે. એવું પણ બને કે આવતીકાલે દિલ્હીમાં અમારી સરકાર ન હોય. અને એવું પણ બને કે આવતીકાલે કેન્દ્રમાં અમારી સરકાર હશે અને દિલ્હીમાં એલજી હશે. તો એવું ન કરવું જોઈએ કે આપણે સરકારોને કામ ન કરવા દઈએ.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું દિલ્હીના દરેક બાળકને એવું જ સારું શિક્ષણ આપવા માંગુ છું જે મેં હર્ષિતા અને પુલકિત (કેજરીવાલના બંને બાળકોના નામ )ને આપ્યું છે. શિક્ષકોને પ્રોત્સાહિત કરવા અને તેમની ક્ષમતા વધારવા માટે દેશ-વિદેશ આધારિત તાલીમ આપવામાં આવી છે.