શોધખોળ કરો

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ

tomorrow weather report: ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી સહિતના રાજ્યોમાં 80 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા; પહાડી વિસ્તારોથી લઈ મેદાની વિસ્તારોમાં એલર્ટ જારી, લોકોને સાવચેત રહેવા અપીલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 3 જૂને 15 રાજ્યોમાં ભારે વરસાદ, 90 કિમી/કલાક પવનની ચેતવણી.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ચક્રવાતી સિસ્ટમથી યુપી, બિહાર, દિલ્હીમાં અસર.
  • પહાડી રાજ્યો, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ ભારે પવન, વરસાદની આગાહી.
  • દક્ષિણ ભારતમાં ચોમાસાની અસર, કેરળ, તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના.

tomorrow weather report: દેશના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાની તૈયારી છે. હવામાન વિભાગે (IMD) આવતીકાલે એટલે કે 3 જૂન માટે દેશના 15 જેટલા રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની વાવાઝોડાની નવી ચેતવણી જારી કરી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી સહિતના રાજ્યોમાં 80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં કરા પડવાની અને પહાડી વિસ્તારોમાં મુશ્કેલી વધવાની પણ સંભાવના છે. પૂર્વીય રાજ્યોમાં તોફાની પવનથી મોટા વૃક્ષો ધરાશાયી થવાનો ખતરો છે. હવામાન વિભાગે લોકોને કોઈ પણ મુસાફરી કરતા પહેલા સાવચેત રહેવા અને હવામાનનું અપડેટ લેતા રહેવા જણાવ્યું છે.

આ સિસ્ટમને કારણે બદલાયું હવામાન

ઉત્તર-પશ્ચિમ ભારતમાં 3 જૂનથી એક નવું 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' (પશ્ચિમી વિક્ષેપ) સક્રિય થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વીય રાજસ્થાનની આસપાસ પણ એક સાયક્લોનિક સિસ્ટમ (ચક્રવાતી પરિભ્રમણ) બનેલી છે. આ પરિબળોને કારણે યુપી, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ છે. ચાલો જાણીએ કયા રાજ્યમાં કેવો માહોલ રહેશે:

દિલ્હી, યુપી અને બિહારની સ્થિતિ:

દિલ્હી: 3 જૂને 60 થી 70 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી છે. અહીં તાપમાન 38 થી 29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.

ઉત્તર પ્રદેશ: મેરઠ, આગ્રા, મથુરા, કાનપુર, ગોરખપુરથી લઈને વારાણસી સુધીના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ છે. લખનૌમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહી શકે છે.

બિહાર: પટના, ગયા અને મુઝફ્ફરપુર સહિતના જિલ્લાઓમાં 3 થી 5 જૂન સુધી 60 થી 65 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડશે.

આ પણ વાંચોઃ Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું

પહાડી રાજ્યોમાં પણ ખતરો:

ઉત્તરાખંડ: નૈનિતાલ, હરિદ્વાર અને ઋષિકેશમાં 70 થી 75 કિમીની ઝડપે પવન અને વરસાદ ખાબકી શકે છે.

હિમાચલ પ્રદેશ: શિમલા, કુલ્લુ અને મનાલી જેવા વિસ્તારોમાં 75 થી 80 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે.

જમ્મુ અને કાશ્મીર: 3 થી 5 જૂન સુધી જમ્મુ, શ્રીનગર, રાજૌરી અને અનંતનાગ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પંજાબ:

રાજસ્થાન: ચુરુ, સીકર, જેસલમેર, જોધપુર અને અજમેરમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. અહીં 50 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

મધ્ય પ્રદેશ: ભોપાલ, વિદિશા, છતરપુર અને ખરગોનમાં પણ 50 થી 55 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

પંજાબ: લુધિયાણા, અમૃતસર, ભટિંડા અને પઠાણકોટમાં 50 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! ગુજરાતના 12 જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી

ઝારખંડ, બંગાળ અને આસામનો માહોલ:

ઝારખંડ: રાંચી, ધનબાદ અને જમશેદપુરમાં 70 થી 80 કિમીની ઝડપે વાવાઝોડા સાથે વરસાદ આવશે.

પશ્ચિમ બંગાળ: જલપાઈગુડી અને કોલકાતા સહિતના વિસ્તારોમાં 60 થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

આસામ: ગુવાહાટી અને આસપાસના વિસ્તારોમાં 80 કિમીની ઝડપે તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી છે.

દક્ષિણ ભારતમાં ચોમાસાની અસર:

કેરળ: કન્નુર, વાયનાડ અને એર્નાકુલમ સહિતના વિસ્તારોમાં 4 જૂને 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ચોમાસાનો વરસાદ થશે.

તમિલનાડુ: ચેન્નાઈ, કોઈમ્બતુર અને કન્યાકુમારીમાં 4 જૂને 75 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની આગાહી છે.

Frequently Asked Questions

3 જૂને કયા રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની વાવાઝોડાની ચેતવણી છે?

3 જૂને ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી છે.

દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં હવામાન કેવું રહેશે?

દિલ્હીમાં 60-70 કિમી/કલાક પવન સાથે ભારે વરસાદ, યુપીમાં ઘણા વિસ્તારોમાં વરસાદ અને બિહારમાં 60-65 કિમી/કલાક પવન સાથે ભારે વરસાદની આગાહી છે.

પહાડી રાજ્યોમાં હવામાનની શું સ્થિતિ રહેશે?

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 70-80 કિમી/કલાકની ઝડપે પવન અને વરસાદ પડશે. જમ્મુ-કાશ્મીરમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી છે.

દક્ષિણ ભારતમાં ચોમાસાની શું અસર રહેશે?

કેરળ અને તમિલનાડુમાં 4 જૂને 75-80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે ચોમાસા વરસાદની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Embed widget