શોધખોળ કરો
Advertisement
Mumbai: ભાજપના આ ટોચના નેતાના પુત્રની વધી શકે છે મુશ્કેલી, જાણો શું છે મામલો
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કથિત બેનામી સંપત્તિને લઇ રોજ નવો આરોપ લગાવનારા કિરીટ સોમૈયાના પુત્ર નીલની મુસીબત વધી ગઈ છે
મુંબઈમાં ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની મુશ્કેલી વધી છે. તેમના પુત્ર નીલ સોમૈયાની મુલુંડ પોલીસે ત્રણ કલાક પૂછપરછ કરી છે. આ પૂછપરછ હપ્તાવસૂલીના એક કેસને લઇ કરવામાં આવી છે. ગત વર્ષે જાન્યુઆરીમાં એક મોટી કોર્પોરેટ કંપનીએ તેના બે ટાવરનુ કામ એક ખાનગી કોન્ટ્રાક્ટરને આપ્યું હતું, જેને ડરાવી ધમકવીને નીલે કામ તેના માણસોને અપાવ્યું હોવાનો આરોપ છે. આ મુદ્દે મુંબઈ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કથિત બેનામી સંપત્તિને લઇ રોજ નવો આરોપ લગાવનારા કિરીટ સોમૈયાના પુત્ર નીલની મુસીબત વધી ગઈ છે. વર્ષ 2020 જાન્યુઆરીમાં એક મોટી કોર્પોરેટ કંપનીએ તેના બે ટાવરનો બિઝનેસ ખાનગી કોન્ટ્રાક્ટરને આપ્યો હતો. જે બાદ કિરીટના પુત્ર નીલે ઓફિસમાં બોલાવીને ધમકાવીને તેમની પાસેથી કોન્ટ્રાક્ટ લઇ લીધો હતો.
આ મામલે ગત વર્ષે જાન્યુઆરીમાં હપ્તાવસૂલીનો કેસ નોંધાયો હતો. એક વર્ષ બાદ મુલુંડ પોલીસ ફરીથી એક્ટિવ થઈ છે અને નીલને સમન્સ પાઠવી પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. નીલની ત્રણ કલાક પૂછપરછ કરીને નિવેદન રજૂ કરવામાં આવ્યું છે. નિવેદનની ચકાસણી કર્યા બાદ પોલીસ આ મામલે આગામી પગલું ભરશે.
અમિત શાહના દિકરા જય શાહને ક્રિકેટમાં મળી મોટી જવાબદારી, જાણો વિગત
રાશિફળ 31 જાન્યુઆરીઃ આજે આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement