શોધખોળ કરો
ટૉપર્સ કૌભાંડમાં બિહાર બોર્ડે 68 કૉલેજો અને 19 સ્કુલોની માન્યતા રદ્દ કરી

પટણા: બિહારના ટૉપર કૌભાંડમાં બિહાર સ્કુલ ઈગ્જામિનેશન બોર્ડે (બીએસઈબી) મંગળવારે મોટી કાર્યવાહી કરી હતી. બોર્ડે કૌભાંડની તપાસ કર્યા પછી 68 ઈંટર કૉલેજો અને 19 સ્કુલોની માન્યતા રદ્દ કરી નાંખી છે. તમને જણાવી દઈએ કે, ગત દિવસોમાં એવા અહેવાલ આવ્યા હતા કે બિહાર બોર્ડમાં 10મી અને 12મા ધોરણમાં ટૉપ કરનાર વિદ્યાથીઓને પોતાના વિષયોની બેઝિક માહિતી પણ નથી, જેના પછી બિહાર સરકાર અને બિહાર બોર્ડ દોડતું થઈ ગયું હતું અને આવેલું પરિણામ રદ્દ કરી નાંખવામાં આવ્યું હતું.
વધુ વાંચો





















