શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: દેશમાં સંક્રમિતોની સંખ્યા 50 હજાર નજીક પહોંચી, છેલ્લા 24 કલાકમાં 126 લોકોના મોત
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 49,391 પર પહોંચી છે. 1694 લોકોના મોત થયા છે અને 14,182 લોકો સાજા થઈ ગયા છે. હાલ 33,514 એક્ટિવ કેસ છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 1600ને પાર કરી ગઈ છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 49 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 126 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 49,391 પર પહોંચી છે. 1694 લોકોના મોત થયા છે અને 14,182 લોકો સાજા થઈ ગયા છે. હાલ 33,514 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત મહારાષ્ટ્રમાં 617, ગુજરાતમાં 368, મધ્યપ્રદેશમાં 176, દિલ્હીમાં 64, આંધ્રપ્રદેશમાં 36, આસામમાં 1, બિહારમાં 4, ચંદીગઢમાં 1, હરિયાણામાં 6, હિમાચલ પ્રદેશમાં 2, જમ્મુ-કાશ્મીરમાં 8, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 29, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 1, પંજાબમાં 25, રાજસ્થાનમાં 89, તમિલનાડુમાં 33, તેલંગાણામાં 29, ઉત્તરાખંડમાં 1, ઉત્તરપ્રદેશમાં 56 અને પશ્ચિમ બંગાળમાં 140 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 14,525 પર પહોંચી છે. ગુજરાતમાં 6245, દિલ્હીમાં 5104, મધ્યપ્રદેશમાં 3049, રાજસ્થાનમાં 3158, તમિલનાડુમાં 4058, ઉત્તરપ્રદેશમાં 2880, આંધ્રપ્રદેશમાં 1717, તેલંગાણામાં 1096, પશ્ચિમ બંગાળમાં 1344 સંક્રમિતો નોંધાયા છે.Total number of #COVID19 positive cases in India rises to 49,391 including 33,514 active cases, 1694 deaths, 14,182 cured/discharged and 1 migrated: Ministry of Health and Family Welfare pic.twitter.com/LsL0gDYZ2D
— ANI (@ANI) May 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion