શોધખોળ કરો
Advertisement
વાડ્રા લેંડ ડીલમાં નિયમોની થઈ ફજેતી, પૂર્વ CM વિરુદ્ધ પણ FIRની ભલામણ
ચંદીગઢ: હરિયાણામાં જમીન કૌભાંડને લઈને બનાવવામાં આવેલ જસ્ટિસ ઢીંગરા કમીશને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે બુધવારે સોંપવામાં આવેલા રિપોર્ટમાં રૉબર્ટ વાડ્રાની કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેંદ્ર સિંહ હડા વિરુદ્ધ પણ કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે.
બતાવવામાં આવી રહ્યું છે કે ઢીંગરા કમેટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે કાયદાને હાથમાં લઈને વાડ્રાની કંપનીઓને ફાયદો કરાવ્યો છે. કમેટીમાં 6 મામલામાં એફઆઈઆર નોંધવાની વાત કરવામાં આવી છે.
જસ્ટિસ ઢીંગરાએ ચંદીગઢ સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય પહોંચીને તપાસ રિપોર્ટ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને સોંપ્યો હતો. આ રિપોર્ટથી સિયાસી ગલિયારોમાં ધરતીકંપ આવી ગયો છે. સૂત્રોનું માનીએ તો જસ્ટીસ ઢીંગરાએ પોતાનો રિપોર્ટમાં અનેક સરકારી અધિકારીઓને તમામ નિયમ કાયદાથી ઉપર રાખીને પ્રભાવશાળી લોકોને ફાયદો પહોંચાડનારને જવાબદાર ઠેરવ્યા છે.
આયોગના રિપોર્ટ આધારે ગનાહિત ષડયંત્ર સહિત અનેક ધારાઓ પ્રમાણે ગુનો નોંધાઈ શકે છે અને તેમાં સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રાની કંપનીઓ સહિત પૂર્વ મુખ્યમંત્રી ભૂપેંદ્ર સિંહ હડ્ડા વિરુદ્ધ કેસ નોંધાઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement