શોધખોળ કરો
Advertisement
હરિયાણા, UP, દિલ્હી માટે હોય એક પાસ, અઠવાડિયામાં ઉભી કરો નવી વ્યવસ્થાઃ સુપ્રીમ કોર્ટ
8 જૂન સુધી દિલ્હી બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હીથી આવતા લોકો માટે સિંગલ પાસની વ્યવસ્થા કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે એક સપ્તાહમાં આ અંગે પગલા લેવા કહ્યું છે. સોલિસિટર જનરલે કહ્યું, આ અંગે જલદી બેઠક કરવામાં આવશે.
8 જૂન સુધી દિલ્હી બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. યૂપી બોર્ડર પહેલાથી જ સીલ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, એવો કોઈ ફેંસલો લો કે દિલ્હી, યૂપી અને હરિયાણાના લોકોને આવવા-જવામાં સરળતા રહે. લોકડાઉન 5 શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં છૂટછાટનું ક્ષેત્ર ઘણું વિસ્તારવામાં આવ્યું છે. આ તબક્કામાં રાજ્ય સરકારે પણ ઘણી છૂટની જાહેરાત કરી છે.
દિલ્હીમાં કોરોનાના કેસ વધતા કેજરીવાલે બોર્ડર સીલ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંક નોઇડાના જિલ્લા અધિકારીએ પણ નોઇડા-દિલ્હી બોર્ડર સીલ કરવાનો ફેંસલો લીધો હતો. જેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી હતી.
કોરોના સંક્રમિત રાજ્યોમાં દિલ્હી દેશમાં ત્રીજા ક્રમે છે. દિલ્હીમાં કોવિડ-19 પોઝિટિવ કેસની સંખ્યા 23 હજારને પાર કરી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement