શોધખોળ કરો
જમ્મુ: બડગામ એન્કાઉન્ટરમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા, સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બડગામમાં શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટર બડગામના સુતસૂ ગામમાં થયુ હતું. હજી પણ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની શક્યતા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગુરુવારે શોપિયામાં સીઆરપીએફ, સેના અને પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં પણ બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં આ ત્રીજુ એન્કાઉન્ટર છે. આ પહેલા બુધવારે શોપિયામાં એન્કાઉન્ટર થયું હતું. જ્યાં CRPF, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જ્યારે ગુરુવારે સુરક્ષાબળોએ હિજબુલ આતંકી રમીઝ અહમદને જીવતો પકડ્યો હતો.
સુરક્ષાબળોએ આ આતંકીને અનંતનાગના આતંક પ્રભાવિત બિજબેહડા વિસ્તારમાંથી ઝડપ્યો હતો. આતંકીની ધરપકડના સ્થળ પરથી પોલીસે મોટા પ્રમાણમાં હથિયાર અને અન્ય સામગ્રી એકઠી કરી છે.
છેલ્લા 24 કલાકમાં આ ત્રીજુ એન્કાઉન્ટર છે. આ પહેલા બુધવારે શોપિયામાં એન્કાઉન્ટર થયું હતું. જ્યાં CRPF, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જ્યારે ગુરુવારે સુરક્ષાબળોએ હિજબુલ આતંકી રમીઝ અહમદને જીવતો પકડ્યો હતો.
સુરક્ષાબળોએ આ આતંકીને અનંતનાગના આતંક પ્રભાવિત બિજબેહડા વિસ્તારમાંથી ઝડપ્યો હતો. આતંકીની ધરપકડના સ્થળ પરથી પોલીસે મોટા પ્રમાણમાં હથિયાર અને અન્ય સામગ્રી એકઠી કરી છે. વધુ વાંચો