શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર: બડગામમાં સુરક્ષાદળો અને આતંકવાદી વચ્ચે થઇ અથડામણ, હિજ્બુલના બે આતંકીઓ ઠાર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં બુધવારે સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં હિજ્બુલ મુજાહિદીનના બે આતંકવાદી માર્યા ગયા છે. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, બડગામ જિલ્લામાં ચાદુરાના ગોપાલપુરા વિસ્તારમાં જાણકારી મળતા મંગળવાર અને બુધવારે રાતે ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરુ કરી દીધું હતું. જેમાં સુરક્ષા દળે પણ જવાબી કાર્યવાહી કરતા બે આતંકીને ઠાર કર્યા હતા.
પ્રવક્તાએ જણાવ્યું કે તેમની ઓળખ હિલાલ અહમદ વાની અને સોહેબ મોહમ્મદ લોન ઉર્ફે મુરસી તરીકે થઇ છે. પોલીસે જણાવ્યું કે હથિયાર અને ગોળા-બારુદ સહિત શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
વધુ વાંચો





















