Jammu-Kashmir: પૂંછમાં બે જવાનો તણાયા, નદી પાર કરતી વખતે અચાનક આવેલા પૂરમાં થયા ગરકાવ
શનિવારે બે સૈનિકો પૂંછ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન તોફાની નદીને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે બંને તેજ પ્રવાહમાં તણાંઇ ગયા.
Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે ભારતીય સેનાના બે જવાન નદીમાં તણાઈ ગયા હતા. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. આમાંથી એક સૈનિકની ઓળખ નાયબ સુબેદાર કુલદીપ સિંહ તરીકે થઈ છે. અન્ય જવાન વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
Heartfelt condolences on the demise of Hero of #Punjab Regt Subedar Kuldeep Singh whom we lost while crossing a river as part of area domination in #Jammu #Kashmir .
— Brigadier Hardeep Singh Sohi,Shaurya Chakra (@Hardisohi) July 9, 2023
May Waheguru grant peace to noble soul and strength to family to bear this irreparable loss#Sikhs #IndianArmy pic.twitter.com/AAfa7w1Ouo
સેનાના 16 કોર્પ્સના કમાન્ડિંગ ઓફિસર અને જવાનોએ કુલદીપ સિંહને શ્રદ્ધાંજલિ આપી છે. 16 કોર્પ્સના ટ્વિટર પેજ પર લખવામાં આવ્યું છે કે વ્હાઇટ નાઈટ કોર્પ્સના કમાન્ડર અને તમામ રેન્ક નાયબ સુબેદાર કુલદીપ સિંહના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે.
#जम्मूकश्मीर में भारी बारिश के बाद #भूस्खलन हुआ है. बारिश के बाद हाइवे का बड़ा हिस्सा टूटकर बह गया. इसकी वजह से #श्रीनगर-जम्मू नेशनल हाईवे और मुगल रोड बंद हो गई हैं#JammuKashmir pic.twitter.com/hVFuWhOUtr
— Abcnews.media (@abcnewsmedia) July 8, 2023
નદી પાર કરતી વખતે આવ્યું પૂર
સમાચાર એજન્સી પીટીઆઈએ સૈન્ય અધિકારીઓને ટાંકીને કહ્યું કે આ સૈનિકો પૂંછના સુરનકોટના પોષના ખાતે ડોગરા નાળાને પાર કરી રહ્યા હતા, પરંતુ ભારે વરસાદના કારણે આવેલા પૂરના કારણે પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ વહી ગયા.શનિવારે સાંજે અધિકારીઓએ જણાવ્યું હતું કે આર્મી, પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની સંયુક્ત ટીમો બંનેને શોધી રહી છે, પરંતુ હજુ સુધી કંઈ મળ્યું નથી. સેના અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ભારે વરસાદને પગલે લોકોને નદીઓ/નાળાઓથી દૂર રહેવાની સલાહ આપતા પોલીસ વાહનો જિલ્લાના વિવિધ ભાગોમાં ફરી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ
જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ખરાબ હવામાનને કારણે શનિવારે સતત બીજા દિવસે અમરનાથ યાત્રાને રોકવી પડી હતી. કોઈ તીર્થયાત્રીને ગુફા તરફ જવાની પરવાનગી આપવામાં આવી ન હતી. રામબન જિલ્લામાં 270 કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. ટનલ વહી જવાને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો.