શોધખોળ કરો

Jammu Kashmir : જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેનાના બે જવાનનું આતંકીઓએ કર્યું અપહરણ, તપાસ અભિયાન શરૂ

ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીર ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકવાદીઓએ અનંતનાગમાં ટેરિટોરિયલ આર્મી (TA)ના જવાનોનું અપહરણ કર્યું છે. આ જવાનોને અનંતનાગના જંગલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા. અપહરણ કરાયેલા બે જવાનો પૈકી એક બચીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. સેનાએ કહ્યું છે કે સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. જે જવાન ભાગવામાં સફળ રહ્યો હતો તેને સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જવાનને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 8 ઓક્ટોબરે ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે અહીં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની નવી સરકાર બનવા જઈ રહી છે. હવે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર સામે પણ પડકાર વધશે. વાસ્તવમાં, પાકિસ્તાન અને પાકિસ્તાન સમર્થક સંગઠનો ચૂંટણી સફળ રહેતા ગુસ્સામાં છે. આ પછી અહીં આતંકવાદી ગતિવિધિઓમાં ભારે વધારો થવાની સંભાવના છે.

વર્ષ 2020માં પણ આતંકવાદીઓએ આવું જ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું. તે સમયે ટેરિટોરિયલ આર્મીના સૈનિક શાકિર મંજૂર વાગેનું કાશ્મીરમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના પાંચ દિવસ બાદ પરિવારને ઘર પાસે શાકીરના કપડા મળ્યા હતા. આ ઘટના 2જી ઓગસ્ટે બની હતી. 24 વર્ષીય શાકિર વાગે દક્ષિણ કાશ્મીરના શોપિયાંના હરમનમાં તેના ઘર નજીકથી ગુમ થઈ ગયો હતો.

એક વર્ષ બાદ શાકિરનો મૃતદેહ મળ્યો હતો

આતંકવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું. શાકિર બકરીદ પર પોતાના ઘરે ગયો હતો. અપહરણની સાથે આતંકવાદીઓએ સૈનિકની કારને પણ સળગાવી દીધી હતી. શાકિર દક્ષિણ કાશ્મીરના બાલાપુરમાં 162-TAમાં પોસ્ટેડ હતો. ઘણી શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો. એક વર્ષ બાદ સપ્ટેમ્બરમાં શાકિરનો મૃતદેહ મળી આવ્યો હતો.

460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ

8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ

Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 

દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
Creta ને ટક્કર આપતી Tata Sierra માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટમાં લાવી શકો છો ઘરે, જાણો કેટલો આવશે EMI 

Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો

અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ

Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો

Embed widget