શોધખોળ કરો
J&K: કુલગામમાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા, ગોપાલપુરામાં 3 આતંકીઓને ઘેર્યા
ગોપાલપુરા વિસ્તારમાં આ એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. માર્યા ગયેલા બે આતંકીઓમાં એક હિઝબૂલ મુઝાહિદ્દીનનો હોવાનો મનાઇ રહ્યું છે. જોકે, તેની સાચી ઓળખ હજુ સુધી થઇ શકી નથી
![J&K: કુલગામમાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા, ગોપાલપુરામાં 3 આતંકીઓને ઘેર્યા two terrorists killed by security forces in jammu and kashmir J&K: કુલગામમાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા, ગોપાલપુરામાં 3 આતંકીઓને ઘેર્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/22093627/Army-Attack-03.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કુલગામઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ વિરુદ્ધ થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયેલા હોવાની બાતમી મળી રહી છે. ગોપાલપુરા વિસ્તારમાં આ એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. માર્યા ગયેલા બે આતંકીઓમાં એક હિઝબૂલ મુઝાહિદ્દીનનો હોવાનો મનાઇ રહ્યું છે. જોકે, તેની સાચી ઓળખ હજુ સુધી થઇ શકી નથી.
કહેવાઇ રહ્યું છે કે, આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમી મળતા જ સુરક્ષાદળોએ કુલગામ જિલ્લાના ગોપાલપુરા ગામને ઘેરી લીધુ હતુ. બાદમાં સેનાના સર્ચ ઓપરેશનમાં બે આતંકીઓ હોવાની વાત સામે આવી હતી. પોલીસ સુત્રોના કહેવા પ્રમાણે છુપાયેલા આતંકીઓને ચારેય બાજુથી ઘેરીને સેનાએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું, જે અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા.
પોલીસ સુત્રો અનુસાર, હજુ પણ ઓપરેશન ચાલુ છે અને તંત્રએ કુલગામ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
ઉપરાંત ગોપાલપુરા વિસ્તારમાં બીજા 2 થી 3 આતંકીઓ છુપાયેલા હોવાની પણ બાતમી સેનાને મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)