Anantnag Encounter: જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, બે આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીર પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. અનંતનાગના બિજબેહરા વિસ્તારના થજીવારામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા
Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીર પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. અનંતનાગના બિજબેહરા વિસ્તારના થજીવારામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અગાઉ મંગળવારે એટલે કે 6 સપ્ટેમ્બરે પણ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
Two terrorists neutralised in a chance encounter by Anantnag Police in Thajiwara, Bijbehara area of Anantnag. Further details shall follow: J&K Police
— ANI (@ANI) September 7, 2022
અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અનંતનાગ જિલ્લાના પોશ્કરી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે બાદ આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને આતંકીઓને ઠાર કર્યા હતા.
એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે
ADGP કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે ગત દિવસે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ દાનિશ ભટ ઉર્ફે કોકબ દુરી અને બશારત નબી તરીકે થઈ છે. બંને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એચએમ સાથે સંકળાયેલા હતા. બંને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એચએમ સાથે સંકળાયેલા હતા અને બંને 29 મે 2021ના રોજ બે નાગરિકોની હત્યામાં પણ સામેલ હતા.
પોલીસ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી રહી છે
આ પહેલા પણ વિજય કુમારે આ મહિનાની શરૂઆતમાં આતંકીઓ વિશે નિવેદન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં લોહી વહાવનારાઓને બક્ષવામાં આવશે નહીં. જે પણ અહીં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે, સામાન્ય લોકો અથવા સુરક્ષા દળોને નિશાન બનાવશે તેને માફ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કાશ્મીરમાં એક પણ આતંકવાદી જીવિત છે ત્યાં સુધી તેમનું આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ રહેશે. કોઈને નિર્દોષોનું લોહી વહેવા દેવામાં આવશે નહીં.