PM SHRI Scheme: પીએમ શ્રી યોજના અંતર્ગત દરેક બ્લૉકમાં બે સ્કૂલોને કરવામાં આવશે અપગ્રેડ, મોદી કેબિનેટે આપી મંજૂરી
પીએમ મોદીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી સ્કૂલ ફૉર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI ) યોજના સ્કૂલોમાં શિક્ષણ પ્રદાન કરવાનો એક મૉડર્ન અને ટ્રાન્સફૉર્મેટિવ રીત હશે.
PM SHRI YOJNA: કેબિનેટે શિક્ષણ મંત્રાલયની “પીએમ શ્રી” (PM SHRI) અંતર્ગત એક નવા પ્રૉજેક્ટમાં સ્કૂલોને અપગ્રેટ કરવાની મંજૂરી આપી દીધી છે. ખરેખરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શિક્ષક દિવસના દિવસને લઇને આની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત દેશભરની 14,500 સ્કૂલોનો વિકાસ અને કાયાકલ્પ કરવામાં આવશે. સાથે જ કેટલીક નવી સ્કૂલો પણ બનાવવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી સ્કૂલ ફૉર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI ) યોજના સ્કૂલોમાં શિક્ષણ પ્રદાન કરવાનો એક મૉડર્ન અને ટ્રાન્સફૉર્મેટિવ રીત હશે. આ અંતર્ગત એક સર્ચ ઓરિએન્ટેડ એને સારી શિક્ષણ સીખવાની રીત પર જોર આપવામાં આવશે. સ્માર્ટ ક્લાસરૂમ, રમત અને અન્ય આધુનિક ઇન્ફ્રા પર પણ ધ્યાન આપવામાં આવશે.
દેશભરમાં લાખો વિદ્યાર્થીઓને મળશે લાભ -
તેમને કહ્યું હતુ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (National Education Policy)એ તાજેતરના વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રને બદલી નાંખ્યુ છે. યકીન છે કે પીએમ શ્રી યોજનાથી લાખો વિદ્યાર્થીઓને લાભ મળશે, અને અભ્યાસના ક્ષેત્રમાં ખુબ મદદ મળશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મે માં શરૂ કરવામાં હતી. એનઇપી (NEP)એ 1986 માં તૈયાર કરવામાં આવેલી 34 વર્ષીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિને બદલી નાંખી હતી. આનો હેતુ સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીઓમાં સુધારો કરવાનુ હતુ, જેનાથી બાળકોને વધુ સુવિધા મળી શકે. પીએમ મોદીએ કહ્યું હતુ કે પીએમ શ્રી યોજના પણ સ્કૂલોમાં શિક્ષણ પ્રદાન કરવાનો એક આધુનિક, પરિવર્તનકારી અને સમગ્ર રીત હશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે 27360 કરોડના ખર્ચથી 2022 થી 2027 સુધી 14600 સ્કૂલની ગુણવતાને વધારવામાં આવશે. આ અંતર્ગત દરેક બ્લૉકમાં બે સ્કૂલોની ગુણવત્તાને વધારાશે. સ્કૂલની પસંદગી રાજ્ય સરકારો સાથે વાતચીત કરીને કરવામાં આવશે. સ્કૂલની ગુણવત્તાને જોઇને સ્કૂલની પસંદગી થશે. આ યોજના અંતર્ગત મૂળ ઉદેશ્ય છે કે સ્કૂલોમાં ગુણાત્મક વૃદ્ધિ થાય.
આ પણ વાંચો............
Ravindra Jadeja Surgery: એશિયા કપમાં ઈજાગ્રસ્ત થનાર જાડેજાની સર્જરી સફળ રહી, પોસ્ટ કરી આપી આ જાણકારી
Asia Cup 2022: હવે ભારતની ફાઈનલની ટિકિટ પાકિસ્તાનના ભરોસે? ભારત માટે હવે એશિયા કપમાં આટલી છે તક