શોધખોળ કરો

Thackeray Vs Shinde: ઉદ્ધવ ઠાકરે જૂથની મોટી જાહેરાત, દશેરા રેલી શિવાજી પાર્કમાં જ થશે ભલે મંજૂરી મળે કે ના મળે

શિવાજી પાર્ક (shivaji park) મેદાનમાં દશેરા રેલીને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે સ્પર્ધા છે. હવે મંગળવારે ઉદ્ધવ ઠાકરે જૂથે આ રેલીને લઈને મોટી જાહેરાત કરી છે.

Shiv Sena Dussehra Rally: શિવાજી પાર્ક (shivaji park) મેદાનમાં દશેરા રેલીને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે સ્પર્ધા છે. હવે મંગળવારે ઉદ્ધવ ઠાકરે જૂથે આ રેલીને લઈને મોટી જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ જણાવ્યું હતું કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) તેની મંજૂરી આપે કે ન આપે, તે શિવાજી પાર્ક મેદાનમાં પાર્ટીની વાર્ષિક દશેરા રેલી યોજશે.

મુંબઈના ભૂતપૂર્વ મેયર મિલિંદ વૈદ્યના નેતૃત્વમાં શિવસેનાના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રેલી યોજવાની પરવાનગી માટે તેમની અરજીની સ્થિતિ વિશે પૂછવા માટે  અધિકારીઓને મળ્યું હતું. તેમણે કહ્યું કે અમને પરવાનગી મળે કે ન મળે અમે શિવાજી પાર્કમાં ભેગા થઈશું. વહીવટીતંત્રે અમને પરવાનગી આપવી જોઈએ અથવા અમને નામંજૂર કરવી જોઈએ. અમે અમારા નિર્ણય (શિવાજી પાર્ક ખાતે રેલી કરવા) પર ખૂબ મક્કમ છીએ.

રેલીમાં બંને પક્ષો સામસામે છે

તેમણે કહ્યું, "જો અમને કોઈ જવાબ નહીં મળે, તો બાળાસાહેબના શિવસેના કાર્યકર્તાઓ દશેરા રેલી માટે શિવાજી પાર્કમાં એકઠા થશે,"  તમને જણાવી દઈએ કે ઠાકરેના નેતૃત્વવાળા જૂથ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેના જૂથ બંનેએ મુંબઈના શિવાજી પાર્કમાં દશેરા રેલીનું આયોજન કરવાની મંજૂરી માંગી છે. શિવસેના શરૂઆતથી જ આ સ્થળે દશેરા રેલીનું આયોજન કરે છે.

BMCએ હજુ સુધી આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. બંને પક્ષોએ વિકલ્પ તરીકે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ના MMRDA મેદાનમાં રેલી યોજવાની પરવાનગી માટે પણ અરજી કરી છે. જો કે, ગયા અઠવાડિયે શિંદે જૂથને BKCમાં રેલી યોજવાની પરવાનગી આપવામાં આવી છે.

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને પરવાનગી આપવી જોઈએઃ પવાર

આ દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાને શિવાજી પાર્કમાં રેલી કરવાની મંજૂરી આપવી જોઈએ અને જો મંજૂરી ન મળે તો તેઓએ કાયદાનો સહારો લેવો જોઈએ. મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના સાથી પવારે કહ્યું કે "જો શિંદે જૂથ માટે BKC મેદાન આપવામાં આવે તો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથને શિવાજી પાર્કમાં રેલી યોજવાની મંજૂરી આપવી જોઈએ."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
Embed widget