શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં CAA પર ઘમાસાણ, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- લાગુ થશે તો કોઈના પર અસર થશે નહીં, શરદ પવારે કહ્યું- NCP તેની વિરુદ્ધ છે
ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે આ તેમનો અભિપ્રાય હોઈ શકે છે. તેમણે કહ્યું કે અમે સીએએ વિરુદ્ધ વોટ કર્યું હતું.
મુંબઈ: નાગિકતા સંશોધન કાયદા(CAA)-એનપીઆરના મુદ્દા પર મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધનમાં ભાગલા પડી ગયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ફરી એકવાર કહ્યું કે સીએએ-એનપીઆરથી કોઈના પર અસર થશે નહીં. સાથે તેમણે કહ્યું કે એનઆરસી લાગુ થવાનું નથી.
ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે આ તેમનો અભિપ્રાય હોઈ શકે છે. તેમણે કહ્યું કે અમે સીએએ વિરુદ્ધ વોટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સીએએ વિરુદ્ધ કૉંગ્રેસે પણ છે પરંતુ શિવસેનાએ ઘણીવાર સીએએનો પક્ષ લીધો છે. સીએએ વિરુદ્ધ અને તેના સમર્થનમાં મુંબઈમાં અનેક રેલીઓ થઈ ચુકી છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, “સીએએ અને એનઆરસી બન્ને અલગ છે અને એનપીઆર અલગ છે. સીએએ લાગુ થવા પર કોઈને ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં એનઆરસી નથી અને તેને લાગુ કરવામાં આવશે નહીં. ” આ ઉપરાંત તેમણે કહ્યું કે, “જો એનઆરસી લાગુ કરવામાં આવશે તો આ માત્ર હિંદુ કે મુસ્લિમ જ નહીં પણ આદિવાસીઓને પણ પ્રભાવિત કરશે. કેન્દ્ર સરકારે હાલમાં એનઆરસી પર ચર્ચા કરી નથી. એનપીઆર એક મતગણતરી છે, અને મને નથી લાગતું કે કોઈ પણ તેનાથી પ્રભાવિત થશે, કારણ કે દર દસ વર્ષે મતગણતરી થાય છે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement