શોધખોળ કરો

ઉમર ખાલિદને મળ્યા 7 દિવસના વચગાળાના જામીન, કડકડડૂમા કૉર્ટે આપી રાહત

Umar Khalid Interim Bail News: ઉમર ખાલિદ જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી (JNU), દિલ્હીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ઉમર ખાલિદ પર ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં થયેલા રમખાણોનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ છે

Umar Khalid Interim Bail News: રાજધાની દિલ્હીમાં થયેલા રમખાણોમાં ષડયંત્રના આરોપમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને કૉર્ટે મોટી રાહત આપી છે. દિલ્હીની કડકડડૂમા કોર્ટે ઉમર ખાલિદને 7 દિવસના વચગાળાના જામીન આપ્યા છે. મળતી માહિતી મુજબ, ઉમર ખાલિદે તેના પિતરાઈ ભાઈ અને બહેનના લગ્નમાં હાજરી આપવા માટે 10 દિવસ માટે વચગાળાના જામીન માંગ્યા હતા. જોકે, કડકડડૂમા કોર્ટે ઉમર ખાલિદને 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી 7 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા.

કોણ છે ઉમર ખાલિદ ? 
ઉમર ખાલિદ જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી (JNU), દિલ્હીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ઉમર ખાલિદ પર ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં થયેલા રમખાણોનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે 2020માં દિલ્હીમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)ના વિરોધ દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં 53 લોકો માર્યા ગયા હતા અને 700 થી વધુ ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસે સપ્ટેમ્બર 2020માં ખાલિદની ધરપકડ કરી હતી.

શું છે ઉમર ખાલિદ પર આરોપ ? 
જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર દિલ્હી પોલીસે દિલ્હી રમખાણોમાં ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. ઉમર ખાલિદની ગેરકાનૂની ગતિવિધિ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે ઉમર ખાલિદ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો, ભીડ એકઠી કરવી, રાજદ્રોહ, ગુનાહિત કાવતરું અને અન્ય ઘણી કલમો હેઠળ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી છે.

નાગરિકતા કાયદામાં સુધારાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસા બાદ 24 ફેબ્રુઆરી 2020 ના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સાંપ્રદાયિક અથડામણો ફાટી નીકળી હતી. આ પછી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચે રમખાણો પાછળ કથિત ષડયંત્રના કેસમાં ઓમરની પૂછપરછ પણ કરી હતી. પોલીસે તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. 11 કલાકની પૂછપરછ બાદ ઉમર ખાલિદની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ ઉમર ખાલિદની ઘણી અરજીઓ ફગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

Embed widget