શોધખોળ કરો
મોદી સરકારના રાજમાં કમરતોડ બેરોજગારી, તૂટ્યો 2.5 વર્ષનો રેકોર્ડ, જાણો ફેબ્રુઆરીના આંકડા

નવી દિલ્હીઃ ભારતમાં બેરોજગારી દર ફેબ્રુઆરી 2019માં વધીને 7.2 ટકાએ પહોંચી ગયો છે. ભારતીય અર્થવ્યવસ્થા નિગરાકી કેન્દ્ર (CMIE) ના આંકડા અનુસાર આ સપ્ટેમ્બર 2016 બાદ સૌથી ઉચ્ચ સપાટીએ છે. ફેબ્રુઆરી 2018માં બેરોજગારી દર 5.9 ટકા હતો.
CMIEના આંકડા દેશભરના લાખો ઘરોના સર્વે પર આધારિત છે. આ સંસ્થાના આંકડા મહદ્અંશે સાચા ગણવામાં આવે છે. આંકડા સામે આવ્યા બાદ લોકસભા ચૂંટમીને પહેલા વિપક્ષી દળ હવે કેન્દ્રની મોદી સરકારને ઘેરવાની તૈયારીમાં લાગી ગયા છે.
લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે બેરોજગારીનો વધરો દર, ખેત પેદાશની ઓછી કિંમત અને નોકરીઓમાં કરવામાં આવતા સતત ઘટાડાને લઈને વિપક્ષી દળ સરકારને પૂરી રીતે ઘેરવાની તૈયારીમાં લાગી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
રાજકોટ
Advertisement
