શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ લોકડાઉનમાં કેન્દ્રની રાજ્યોને સલાહ, પ્રવાસી મજૂરોનું પલાયન રોકો
ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપતા પ્રવાસીઓ, ઔધોગિક મજૂરો, તથા અસંગઠિત ક્ષેત્રના કામદારોનું પલાયન રોકવા માટે કહ્યુ છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાને જોતા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પ્રવાસી કામદારો, મજૂરોએ કમાણી ના થતાં ઘર પર પલાયન શરૂ કર્યું છે. મજૂરો ચાલતા જ હજારો કિલોમીટર દૂર પોતાના ઘરે જઇ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે આ પલાયનને રોકવા માટે રાજ્ય સરકારો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપતા પ્રવાસીઓ, ઔધોગિક મજૂરો, તથા અસંગઠિત ક્ષેત્રના કામદારોનું પલાયન રોકવા માટે કહ્યુ છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઇના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે તે આ મજૂરોને મફતમાં અનાજ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ આપો જેથી મોટા પ્રમાણમાં પલાયને રોકી શકાય. સાથે રાજ્ય સરકારોને એ સુનિશ્વિત કરવા કહ્યું છે કે લોકડાઉન દરમિયાન હોટલ, હોસ્ટેલ, ભાડાના મકાનો ચાલતા રહે અને તેમને જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય જળવાઇ રહે.
વાસ્તવમાં કોવિડ-19 મહામારીને ફેલાતી રોકવા માટે સરકારે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે ત્યારબાદ ઉત્તરપ્રદેશ અને બિહારના પ્રવાસી મજૂરો પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા છે. આ મજૂરોની નોકરી અને કામ મળી રહ્યું નથી અથવા તો તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. તેઓની પાસે રૂપિયા ના હોવાના કારણે ભાડાનું મકાન લેવા કે જમવાની વ્યવસ્થા કરવામાં અસમર્થ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement