Unique Temple: ભારતના આ અનોખા મંદિરના પ્રસાદમાં ભક્તોને મળે છે બર્ગર અને સેન્ડવિચનો પ્રસાદ
આજે અમે જે મંદિરની વાત કરી રહ્યાં છીએ તે, ત્યાના બિરાજમાન ભગવાન ફાસ્ટફૂડ ખાઈ છે. અહિયાં ભક્તોને સેન્ડવિચ, બર્ગર અને ચાઉમેન જેવા ફાસ્ટફૂડ પ્રસાદમાં આપવામાં આવે છે.
ભારત સહિત વિશ્વમાં ગમે તે મંદિરને પવિત્ર સ્થળ માનવામાં આવે છે જ્યાંઈશ્વરનો વાસ હોય છે. ભલે ઈશ્વર દુનિયાની દરેક વસ્તુમાં હોય પરંતુ મંદિરોમાં તેની મૂર્તિ સ્થાપિત કરીને ભક્તો પોતાનું શીશ જરૂરથી ઝુકાવવા મંદિરે આવે છે. મંદિરમાં ભગવાનની પૂર્જા-અર્ચના બાદ પ્રસાદનું પણ અનોખું મહત્વ હોય છે. પ્રસાદને લોકો ખૂબ જ પ્રેમભાવથી ગ્રહણ કરતા હોય છે.
આ પ્રસાદ છે થોડો હટકે:
આજે અમે જે મંદિરની વાત કરી રહ્યાં છીએ તે, ત્યાના બિરાજમાન ભગવાન ફાસ્ટફૂડ ખાઈ છે. અહિયાં ભક્તોને સેન્ડવિચ, બર્ગર અને ચાઉમેન જેવા ફાસ્ટફૂડ પ્રસાદમાં આપવામાં આવે છે.
ક્યાં આવ્યું છે આ અનોખું મંદિર?
આ જાણ્યા પછી તમને પણ આ મંદિર ક્યાં છે તે જાણવાની આતુરતા થઇ હશે, તમને જણાવી દઇએ કે મંદિર આ મંદિર તમિલનાડુના ચેન્નાઈના પડપ્પાઈમાં સ્થિત છે, જેનું નામ જય દુર્ગા પીઠમ મંદિર છે. આ મંદિરમાં લોકોને પ્રસાદ તરીકે બ્રાઉની, બર્ગર અને સેન્ડવીચ મળે છે. લોકો આ પ્રસાદને ખૂબ જ ખુશીથી અર્પણ કરે છે.
ચેન્નાઇના આ મંદિરમાં આપતો પ્રસાદ FSSAI દ્વારા પ્રમાણિત પણ છે. આ સાથે પ્રસાદ પર એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે. જેથી તેને ખાવામાં સહેજ પણ સંકોચ નહીં રહે.
મંદિરની સ્થાપના કરનાર એક હર્બર ઓન્કોલોજિસ્ટ કે શ્રી શ્રીધરે જણાવ્યું કે, આ મંદિરમાં પવિત્રતા અને ચોખ્ખાઈને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. ક્યારેક મંદિરોમાં ખરાબ પ્રસાદ પણ વહેંચાઈ જાય છે અને તેને કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ બગડે છે. પરંતૂ અહીં એવુ નથી અમારા મંદિરના પ્રસાદ પર તેની એક્સપાઇરી ડેટ લખેલી જ હોય છે.
રેગ્યુલર ભક્તોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે:
મંદિરમાં જે શ્રદ્ધાળુઓ અહીં સતત આવે છે તેમની જન્મતારીખ અને નામ રેકોર્ડમાં ઉપલબ્ધ જ રહેતી હોઈ છે. ભક્તો જ્યારે પોતાના જન્મદિવસ પર મંદિરમાં આવે છે ત્યારે અહીં જન્મદિવસની કેક પણ તેમને મળે છે. કેક ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આવુ મંદિર તમે ક્યાંય નહી જોયુ હોય જ્યાં શ્રદ્વાણુઓને પોતાના જન્મદિવસ પર પ્રસાદ મળતો હોય.
જો તમારા નસીબમાં હશે તો તમે પણ અવશ્ય આ પ્રકારના એક નવા મોર્ડન અને ન્યૂ લાઈફસ્ટાઇલના મંદિરે પણ ભગવાનના અચૂક દર્શન થશે.