શોધખોળ કરો
Advertisement
Unlock-1: દેશના આ રાજ્યમાં સરકારે જાહેર કરી ગાઈડલાઈન્સ, કઈ-કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન? કઈ-કઈ મળી છૂટ?
રાજ્યમાં અનલોક-1 અથવા લોકડાઉન-5માં કોઈ લગ્ન કાર્યક્રમમાં 50થી વધારે અને અંતિમ સંસ્કારમાં 20થી વધારે લોકોને એકત્રિત થઈ શકશે નહીં.
ઝારખંડ સરકારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડઉન સંબંધિત માર્ગદર્શિકા અનુસાર રાજ્ય માટે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યમાં અનલોક-1 અથવા લોકડાઉન-5માં કોઈ લગ્ન કાર્યક્રમમાં 50થી વધારે અને અંતિમ સંસ્કારમાં 20થી વધારે લોકોને એકત્રિત થઈ શકશે નહીં.
સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા થોડા મામલામાં રાજ્ય સરકારને નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, પહેલાની જેમ તમામ ધાર્મિક સંસ્થા બંધ રહેશે.
રાજ્ય સરકાર દ્વારા જે ગતિવિધિઓને કન્ટેનમેન ઝોનની બહાર અનુમતિ આપવામાં આવી છે તેમાં જરૂરી પ્રવૃત્તિઓ સિવાય, સવારે 9 થી સાંજના 5 વાગ્યા દરમિયાન વ્યક્તિઓની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સાર્વજનિક સ્થળો, કાર્યસ્થળો અને પરિવહન દરમિયાન ચહેરા પર માસ્ક પહેરવું અનિવાર્ય છે.
વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સામાજિક, રાજકિય, ખેલ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્ય અને અન્ય કાર્યો માટે મોટી સંખ્યામાં લોકોનો મેળાવળા પર પ્રતિબંધિત રહેશે. ગાઈડલાઈન્સ પ્રમાણે ખાનગી વાહનો અને ટેક્સી દ્વારા રાજ્યમાં વ્યક્તિઓને પ્રવેશ માટે ઈ-પાસ કઢાવવો પડશે.
રાજ્યમાં સાર્વજનિક સ્ળો પર દારૂ, પાન, ગુટખા, તમ્બાકુ અને તમ્બાકુ ઉત્પાદનોનું સેવન પર પ્રતિબંધ છે. અન્ય સમાન માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જે 04.06.2020થી 30.06.2020ના સમય સુધી માટે લાગુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement