શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચીનને મોટો ઝટકો, કાનપુર-આગ્રા મેટ્રો પ્રોજેક્ટને હવે આ કંપની પૂરો કરશે
ચીનની કંપની સીઆરઆરસીએ પણ આગ્રા અને કાનપુર મેટ્રો માટે ટેન્ડર ભર્યું હતું પરંતુ તકનીકી ખામીઓ આવતા ચીની કંપનીને અયોગ્ય જાહેર કરી દીધી છે.
લખનઉ: ભારતે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે. કાનપુર અને આગ્રામાં મેટ્રો બનાવનાર ચીની કંપનીઓના કોન્ટ્રાક્ટને કેન્સલ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશને (UPMRC) તકનીકી ખામીઓના કારણે કાનપુર અને આગ્રામાં ચાઈનીઝ કંપનીના ટેન્ડરને નકારી દીધો છે. સરકારે હવે આ ટેન્ડર ભારતીય કંપની બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને આપ્યો છે.
યૂપી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડમાં 18 ફેબ્રુઆરી, 2020ના રોજ ચાર આંતરરાષ્ટ્રીય કંપનીઓએ આ પ્રોજેક્ટ માટે ટેન્ડર ભર્યું હતું. તેમાંથી એક ચાઈનીઝ કંપની સીઆરઆરસી પણ સામેલ હતી. પરંતુ તકનીકી ખામી સામે આવતા ચીની કંપનીને અયોગ્ય જાહેર કરી દીધી છે.
કાનપુર અને આગ્રા બન્ને શહેરમાં ત્રણ કોચવાળી 67 મેટ્રો ટ્રેન શરૂ થવાની છે. તેમાંથી 39 ટ્રેનો કાનપુર અને 28 ટ્રેન આગ્રા માટે દોડાવવાની યોજના છે. એક ટ્રેનની ક્ષમતા લગભગ 980 મુસાફરોની છે. એટલે કે દરેક કોચમાં લગભગ 315થી 350 લોકો યાત્રા કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion