શોધખોળ કરો
Advertisement
પ્રયાગરાજમાં 510 બસનો કાફલો એકસાથે દોડાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જાણો
પ્રયાગરાજ: ઉત્તરપ્રદેશ રાજ્ય પરિવહન નિગમે એકસાથે એક રૂટ પર 510 બસોના કાફલાને દોડાવી વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. પરિવહન વિભાગના પ્રમુખ સચિવ આરાધના શુક્લાએ ગુરુવારે લીલી ઝંડી બતાવીને એક સાથે આ બસોને રવાના કરી હતી.
વિશ્વમાં આ પ્રથમવાર છે જ્યારે 510 બસો એક સાથે એક જ રૂટ પર નીકળી છે. આ સાથે જ UPSRTC 390 બસના અબુ ધાબીનો રેકોર્ડ તોડી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે.
પરિવહન નિગમની આ બસો કુંભ મેળા માટે વિશેષરીતે ચલાવવામાં આવી રહી છે. શહેરની બહાર પાર્કિંગ સ્થળોથી શ્રદ્ધાળુઓને લાવવા માટે પહેલીવાર મોટી સંખ્યામાં શટલ બસો લગાવવામાં આવી હતી. જેની સંખ્યા 510 હતી. આ તમામ બસો 3.2 કિલોમીટર સુધી એક જ લાઇનમાં ઊભી હતી. આ નજારો જોઈ સૌ કોઈ જોતા જ રહી ગયા.
કુંભના ઑફિશિયલ પેજ પર એક વીડિયો પર શેર કરવામાં આવ્યો છે. જેમાં બસોનો કાફલો રસ્તા પરથી નીકળી રહ્યો છે.
Kumbh 2019 now holds a Guinness World Record. By organising the historic parade of 510 Shuttle Buses in #Kumbh2019, Prayagraj Mela Authority achieved the record of largest parade of buses. pic.twitter.com/TVMvdsS3H8
— Kumbh (@PrayagrajKumbh) February 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement