શોધખોળ કરો
Advertisement
PM મોદીએ તેમના સંબોધનમાં ઉલ્લેખ કરેલું 'Y2K' સંકટ શું હતું ? જાણો વિગતે
સમગ્ર વિશ્વમાં ચિંતા હતી કે વર્ષ 2000માં પ્રવેશ કરવાની સાથે જ કમ્પ્યૂટર કામ કરવાનું બંધ કરી દેશે. Y2K સંકટને મિલિયન બગ પણ કહેવામાં આવી હતી.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે રાષ્ટ્રજોગ સંબોધન કરીને 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. ઉપરાતં લોકડાઉન 4 નવા નિયમો સાથે લાગુ કરાશે તેમ કહ્યું હતું. સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ Y2K સંકટનો ઉલ્લેખ કર્યો હતો. આખરે આ સંકટ શું હતું અને પીએમ મોદીએ કેમ ઉલ્લેખ કર્યો તેને લઈ હાલ ચર્ચા થઈ રહી છે.
શું હતું Y2K સંકટ
વર્ષ 1999 ખતમ થઈને 2000ની શરૂઆત થવાની હતી પરંતુ વિશ્વભરના કમ્પ્યૂટર સિસ્ટમ 31 ડિસેમ્બર, 1999થી આગળ વધતી જ નહોતી. જ્યાં સુધી ભારતીય કમ્પ્યૂટર એન્જિનિયર્સે આવા કમ્પ્યૂટર્સને 21મી સદીના ન બનાવ્યા ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નહોતો. પીએમ મોદીએ ભારતીયોની આ મહેનત અને પરિશ્રમનું ઉદાહરણ વિશ્વ સમક્ષ રાખવા માંગતા હતા. 1999 વર્ષનું ખતમ થયું તે સમયે કમ્પ્યૂટર ડિફોલ્ટ રીતે આગામી વર્ષ 1900 લેવાનું હતું. જો આમ થયું હોત તો વિશ્વભરમાં મોટી ઉથલપાથલ થઈ જાત. 2000ની શરૂઆતની સંખ્યાને લઈ કમ્પ્યૂટરના કેલેન્ડર અને સ્ટોરેજમાં આવેલી સમસ્યાને Y2K સંકટ કહેવામાં આવ્યું હતું. જેમાં Yનો અર્થ Year-વર્ષ, 2 એટલે બે અને Kનો અર્થ હજાર એટલે કે 2000 થતો હતો.
સમગ્ર વિશ્વમાં ચિંતા હતી કે વર્ષ 2000માં પ્રવેશ કરવાની સાથે જ કમ્પ્યૂટર કામ કરવાનું બંધ કરી દેશે. Y2K સંકટને મિલિયન બગ પણ કહેવામાં આવી હતી. કારણકે વિશ્વભરના કમ્પ્યૂટરમાં તારીખને લઈ બગ આવવાની હતી. દુનિયાભરની સરકારોએ આ સમસ્યાનો ઉકેલ લાવવા અબજો ડોલર્સ ખર્ચ કર્યા હતા. જો આ બગ ઠીક ન થઈ હોત તો સૌથી વધારે નુકસાન બેંકિંગ, સાઇબર સિક્યોરિટી અને ટેક્નોલોજીને થાત.
આજની જેમ તે સમયે પણ સમગ્ર વિશ્વ આ સંકટથી પરેસાન હતું. તે સમયગાળામાં નિષ્ણાતોએ કમ્પ્યૂટરમાં 21મી સદી માટેના પૂરતા પ્રોગ્રામ નહીં હોવાનું કહીને હાથ અદ્ધર કરી દીધા હતા. અમેરિકા, યૂરોપમાં હાલત ગંભીર હતી, કમ્પ્યૂટર ધ્વસ્ત થવાનો અર્થ પાવર ગ્રિડ ફેઇલ થઈ જવા જેવો હતો. આ સમયે ભારતમાં વિપ્રો, ઈન્ફોસિસ જેવી આઈટી કંપનીઓ શરૂ થઈ ચુકી હતી. ભારત જેવી સસ્તી મજૂરી અને તેજ દિમાગ ધરાવતા યુવાનો વિશ્વમાં નહોતા. તે સમયે ભારતીય યુવા કમ્પ્યૂટર એન્જિનયર્સે આગળ આવીને આ સંકટને ખતમ કરીને વિશ્વમાં એક ઓળખ બનાવી. જે બાદ વિદેશમાં ભારતીય કમ્પ્યૂટર એન્જિનિયર્સની માંગ ખૂબ વધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion