કોરોનાની રસી લીધી હોય તેમણે માસ્ક પહેરવાની કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની જરૂર નથી ? કોણે કર્યો આ મોટો દાવો ?
અમેરિકા વિશ્વમાં કોરોના સંક્રમિત દેશોની યાદીમાં અગ્રેસર છે. અહીં અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 15 હજારથી વધુ કોરોના સંક્રમિત સામે આવ્યાં છે. તો બીજી તરફ અમેરિકાના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રએ કહ્યું કે, બંને વેક્સિન લીધેલી વ્યક્તિએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન કરવું જરૂરી નથી.
નવી દિલ્લી: અમેરિકા વિશ્વમાં કોરોના સંક્રમિત દેશોની યાદીમાં અગ્રેસર છે. અહીં અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 15 હજારથી વધુ કોરોના સંક્રમિત સામે આવ્યાં છે. તો બીજી તરફ અમેરિકાના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રએ કહ્યું કે, બંને વેક્સિન લીધેલી વ્યક્તિએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન કરવું જરૂરી નથી.
દુનિયા ભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપુથી ફેલાય રહ્યું છે. દુનિયાાં કોરોના સંક્રમણના આંકાડાં વધીને 16 કરોડ 23 હજારની પાર થઇ ગયા છે. કોરોના સંક્રમણની રોકથામ માટે દુનિયાભરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. આ બધી જ ગતિવિધી દરમિયાન એક રાહતના સમાચાર એ સામે આવ્યાં છે કે, અહીં ડિજીજ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંસન સેન્ટરનું કહેવું છે કે, વેક્સિનના બંને ડોઝ લીધેલી વ્યક્તિ સંપૂર્ણ સુરક્ષિત છે.
વેક્સિનની બંને ડોઝ લીઘેલી વ્યક્તિ સંપૂર્ણ-CDC
દુનિયામાં કોરોના સંક્રમણથી પૂરી રીતે પ્રભાવિત અમેરિકાના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રે જણાવ્યું છે કે, કોરોના વેક્સિનની બંને ડોઝ લીધેલી વ્યક્તિએ માસ્ક કે સોશિયલ ડિસન્ટન્સ જાળવવની જરીર નથી. બંને વેક્સિન લીઘેલી વ્યક્તિ સંપૂર્ણ સુરક્ષિત છે. ઉલ્લેખનિય છે કે, કોવિડ-19ના પ્રોટોકોલમાં માસ્ક અને સામાજિક અંતરને ફરજિયાત કરી દેવાયું છે.
અમેરિકામાં સૌથી વધુ સંક્રમિત
અમેરિકા વિશ્વમાં કોરોના સંક્રમિત દેશોની યાદીમાં પહેલા સ્થાને છે. અહીં અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 15 હજારથી વધુ કોરોના સંક્રમિત સામે આવ્યાં છે.તો અમેરિકામાં અત્યાર સુધીમાં 5લાખ 98 હજારથી વધુ લોકોના મોત થયા છે. હાલ 63 હજારથી વધુ કોરોના એક્ટિવ કેસ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 2 કરોડ 66 લાખથી વધુ લોકો સંક્રમિત ઇલાજ બાદ સાજા થઇ ગયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,43,144 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4000 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,44,776 લોકો ઠીક પણ થયા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.