7 થી 10 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં રહેશે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, G-20 શિખર સમ્મેલનમાં ભાગ લેશે
ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર, વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને મંગળવારે (22 ઓગસ્ટ) એક બ્રીફિંગમાં આ માહિતી આપી હતી.
G 20 Summit : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન G-20 સમિટમાં ભાગ લેવા માટે 7 થી 10 સપ્ટેમ્બર સુધી ભારતની મુલાકાતે આવશે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર, વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને મંગળવારે (22 ઓગસ્ટ) એક બ્રીફિંગમાં આ માહિતી આપી હતી.
અધિકારીએ જણાવ્યું કે મુલાકાત દરમિયાન વૈશ્વિક પડકારોનો સામનો કરવા સહિત ગરીબી સામે વધુ સારી રીતે લડવા માટે વિશ્વ બેંક સહિત બહુપક્ષીય વિકાસ બેંકોની ક્ષમતા વધારવા પર પણ ચર્ચા કરવામાં આવશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કૈરિન જીન પિયરે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડેન અને G20 ભાગીદારો વૈશ્વિક મુદ્દાઓને ઉકેલવા માટે ચર્ચા કરશે.
તેમાં સ્વચ્છ ઊર્જા, જળવાયુ પરિવર્તનનો સામનો કરવો અને યૂક્રેન સંઘર્ષની આર્થિક અને સામાજિક અસરોને ઘટાડવાનો સમાવેશ થાય છે. હકીકતમાં ભારતે ગયા વર્ષે 1 ડિસેમ્બરે G-20નું અધ્યક્ષપદ મેળવ્યું હતું.
સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીમાં G-20 સમિટનું આયોજન કરવામાં આવશે. જેને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જો બાઈડેને શું કહ્યું હતું ?
જૂનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસની રાજ્ય મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું હતું કે તેઓ સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં G20 સમિટમાં ભાગ લેવા માટે તૈયાર છે. હકીકતમાં ભારતે ગયા વર્ષે 1 ડિસેમ્બરે G-20નું અધ્યક્ષપદ મેળવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી વિવિધ મુદ્દે અનેક બેઠકો થઈ છે.
રાજધાની દિલ્હીમાં યોજાશે G20 કોન્ફરન્સ
સપ્ટેમ્બર મહિનામાં રાજધાની દિલ્હીમાં યોજાનારી G20 કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. 8, 9 અને 10 સપ્ટેમ્બરે રજા જાહેર કરવામાં આવી છે. દિલ્હી સરકાર અને MCDની તમામ ઓફિસો પણ આ ત્રણ દિવસ માટે બંધ રહેશે. આ સાથે તમામ શાળાઓમાં પણ ત્રણ દિવસની રજા રહેશે. આ દરમિયાન દિલ્હી પોલીસના નવી દિલ્હી જિલ્લા હેઠળ આવતી બેંકો અને નાણાકીય સંસ્થાઓને પણ બંધ રાખવામાં આવશે. પોલીસ દ્વારા પહેલાથી જ ચિહ્નિત કરાયેલી દુકાનો અને વ્યાપારી સ્થળો પણ બંધ રાખવામાં આવશે.
પીએમ મોદીએ જૂનમાં અમેરિકાની સરકારી મુલાકાત લીધી હતી. આ મુલાકાત ઘણી રીતે મહત્વની હતી. બંને દેશો વચ્ચે જેટ એન્જિન, ડ્રોન ખરીદી, સ્પેસ મિશન અને ભારતમાં ચિપ બનાવવા સંબંધિત ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial