શોધખોળ કરો
Advertisement
US પ્રમુખ ટ્રમ્પે કહ્યું માનવતાની મદદ કરી રહ્યા છે PM Modi, હાઈડ્રોક્સીક્લોરોક્વીનની સપ્લાઈ પર માન્યો આભાર
આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપવામાં ભારત મદદ નહીં કરે તો તેમને કાર્રવાઈ કરવી પડશે.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પીએમ મોદીનો હાઈડ્રોક્સીક્લોરોક્વીનની સપ્લાઈ માટે આભાર માન્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો. તેમણે ટ્વીટમાં ભારત-અમેરિકાની મિત્રતાનો ઉલ્લેખ પણ કર્યો.
નોંધનીય છે કે, આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપવામાં ભારત મદદ નહીં કરે તો તેમને કાર્રવાઈ કરવી પડશે. હવે ભારતને મિત્ર ગણાવ્યું, કહ્યું માનવતાની મદદ કરી રહ્યા છે મોદી. બે દિવસમાં જ અમેરિકાના પ્રમુખના સુર બદલાઈ ગયા ચે. પહેલા જ્યાં તેઓ કડક મિજાજમાં કાર્રવાઈની વાત કરી રહ્યા હતા. ત્યારે હવે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની સપ્લાઈની મંજૂરી બાદ તેમણે પીએમ મોદીનો આભાર માન્યો છે.
તેમણે ટ્વીટમાં લખ્યું, મુશ્કેલ સમયમાં મિત્રોની વચ્ચે ધનિષ્ઠ મદદની જરૂરત હોય છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીન પર નિર્ણય લેવા ભારત અને ભારતના લોકોનો આભાર. ટ્રમ્પે આગળ લખ્યું કે, અમે આ મદદને ક્યારે નહીં ભૂલીએ. ટ્રમ્પે પીએમ મોદીને ટ્વીટ કરતાં આગળ લખ્યું કે, આ લડાઈમાં મોદી ન માત્ર ભારત, પરંતુ માનવતાની મદદ કરી રહ્યા છે. તેના માટે ટ્રમ્પે પીએમ મોદીનો પણ આભાર માન્યો.
બે દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત માટે કહ્યું હતું કે, જો અમેરિકાને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસ કરવામાં નહીં આવે તો બદલાની કાર્રવાઈ કરવામાં આવી શકે છે. હવે જ્યારે ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી દીધી છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેના સુર બદલાઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement