શોધખોળ કરો
Advertisement
જૉન કેરી બોલ્યા- ભારત આજે એક મોટી તાકાત, આતંકવાદ રોકે પાકિસ્તાન
નવી દિલ્લી: અમેરિકી વિદેશ મંત્રી જૉન કેરી બુધવારે આઈઆઈટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરવા પહોંચ્યા હતા. દિલ્લીમાં ભારે વરસાદ હોવા છતાં આઈઆઈટીમાં વિદ્યાર્થીઓની ભીડ જોઈને કેરીએ કહ્યું, ‘ તમે બધાં અહીં હાજર રહેવા માટે એવોર્ડનો હક્કદાર છો, શું તમે નાવ અથવા એમ્ફલીઅસ વ્હીકલ્સ ( પાણી અને જમીન બન્ને પર ચાલનાર ગાડી) મારફતે અહીં પહોંચ્યા છો? હું તમને સેલ્યુટ કરું છું.’
અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું, ‘રાષ્ટ્રપતિ ઓબામા અને પીએમ મોદીએ વ્યક્તિગત સ્તર પર સંબંધ સંબંધ વિકસિત કર્યા છે. આ સંબંધ દૂરદ્દષ્ટિ અને સમાન ઉદ્દેશ્યોના આધાર બન્યા છે. તેમને કહ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચે સારા સંબંધ બન્ને દેશો માટે નહીં, પરંતુ આખા વિશ્વ માટે મહત્વપૂર્ણ છે.
આતંકવાદને લઈને કેરીએ કહ્યું કે આતંકવાદ અને કટ્ટરપંથી તાકાતો સામે કોઈ એક દેશ એકલો સામનો કરી શકે નહીં. તેના માટે વૈશ્વિક સહયોગ જરૂરી છે. તેમને કહ્યું કે ભારત વૈશ્વિક સ્તર પર એક મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે અને આજે ભારત એક મોટી તાકાત બની ચૂક્યું છે. કેરીએ કહ્યું કે પહેલા આતંકવાદને પ્રોત્સાહન આપ્યું અને આજે પાકિસ્તાન પોતે આતંકવાદનો શિકાર બની ગયું છે. તેને રોકવું પડશે. આતંકવાદમાં કોઈ ફર્ક કરવામાં આવશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement