શોધખોળ કરો

US Travel Rules: ભારતીય રસીને લઈને અમેરિકાના બેવડા ધોરણો, આ રસી લીધી હશે તો યૂએસમાં નહીં મળે એન્ટ્રી

કેટલાક કોરોનાના ઘટતા કેસ અને કેટલીક દુનિયામાં વધતા રસીકરણને કારણે અમેરિકામાં ડર થોડો ઓછો થયો છે.

US Travel Rules: અમેરિકાએ અહીં આવતા અન્ય દેશોના લોકો માટે નવા નિયમો જારી કર્યા છે. ભારતના દૃષ્ટિકોણથી, આ નવા નિયમો ભારતીય કોવેક્સિન રસી લેનારાઓને યુએસમાં પ્રવેશવાની મંજૂરી આપશે નહીં. માર્ચ 2020માં અમેરિકાએ કોરોનાના ડરને કારણે ભારત સહિત 33 દેશોના નાગરિકો પર નિયંત્રણો લાદ્યા હતા.

કેટલાક કોરોનાના ઘટતા કેસ અને કેટલીક દુનિયામાં વધતા રસીકરણને કારણે અમેરિકામાં ડર થોડો ઓછો થયો છે. બિડેને એક નવા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે જે હેઠળ અમેરિકન પ્રવાસીઓએ રસીના બંને ડોઝ માટે ત્રણ દિવસ પહેલા નેગેટિવ રિપોર્ટ દર્શાવવો પડશે. જેમને રસી ન મળી હોય તેમણે 24 કલાક પહેલા નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ બતાવવાનો રહેશે. વિદેશી નાગરિકોએ મુસાફરી માટે બંને ડોઝના પ્રમાણપત્રો બતાવવાના રહેશે. ખાસ સંજોગોમાં જ છૂટ આપવામાં આવશે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રિન્સે કહ્યું – 8 નવેમ્બરથી, વિદેશથી યુ.એસ. આવતા વિદેશી પ્રવાસીઓ પાસે પ્લેનમાં ચડતા પહેલા રસીકરણનો પુરાવો હોવો જોઈએ. આ નીતિ જાહેર આરોગ્યને પ્રથમ સ્થાન આપે છે.

આ ભારત માટે ફાયદાની વાત છે કારણ કે ભારત એવા 33 દેશોમાં સામેલ હતું જે કોરોના પ્રભાવિત માનવામાં આવતા હતા અને તેના પ્રવાસીઓ પર અમેરિકા આવવા પર પ્રતિબંધ હતો. અત્યાર સુધી અમેરિકાએ દેશોના આધારે પ્રતિબંધો લગાવ્યા હતા, હવે નિયમોનો આધાર રસી કરવામાં આવી છે.

ભારતમાં કોરોના કેસ

દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 14,306 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  443 લોકોના મોત થયા છે.ત્રણ દિવસમાં જ 1500થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,67,695 પર પહોંચી છે.

કોરોનાનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે    દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર  કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: જંકફૂડમાં ઝેરHun To Bolish: હું તો બોલીશ: લોહિયાળ દિવાળીDiwali 2024 | હસતાં હસતાં ખેલાતું યુદ્ધ! : સાવરકુંડલામાં લોકોએ ઈંગોરિયા યુદ્ધનો આનંદ માણ્યોBhavnagar: દિવાળી પર્વમાં ગામડાઓમાં રોનક જામી, ભાવનગરના આ ગામમાંવડીલો સાથે યુવાનોએ ઉજવ્યો પર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
Deepika Padukone અને Ranveer Singh એ દિવાળી પર દીકરીની પ્રથમ ઝલક બતાવી, જાણો શું રાખ્યું નામ
Deepika Padukone અને Ranveer Singh એ દિવાળી પર દીકરીની પ્રથમ ઝલક બતાવી, જાણો શું રાખ્યું નામ
'હું મહિલા છું, માલ નથી', અરવિંદ સાવંત વિરુધ્ધ શાઈના એનસીએ નોંધાવી FIR
'હું મહિલા છું, માલ નથી', અરવિંદ સાવંત વિરુધ્ધ શાઈના એનસીએ નોંધાવી FIR
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
4 Essential Vaccines Every Woman Should Get: છોકરીઓએ આ 4 રસી જરૂર લેવી જોઈએ, ફટાફટ નોંધી લો નામ
છોકરીઓએ આ 4 રસી જરૂર લેવી જોઈએ, ફટાફટ નોંધી લો નામ
Embed widget