શોધખોળ કરો
લેન્ડલાઇનથી મોબાઇલ ફોન કરનાર સાવધાન, હવે આ વિના નહી થાય ક્નેક્ટ કોલ
દૂરસંચાર કંપનીએ તેમના લેન્ડલાઇન ગ્રાહકોને એક જાણકારી આપી છે. જે મુજબ 15 જાન્યુઆરી 2021થી લેન્ડલાઇનથી મોબાઇલ ફોન કરવા માટે નંબર આગળ ઝીરો લગાવવો પડશે..

15 જાન્યુઆરીથી દૂરસંચારે કેટલાક ફેરફાર કર્યાં છે. 15 જાન્યુઆરી 2021થી લેન્ડલાઇથી મોબાઇલ પર ફોન કરતા આગળ ઝીરો લગાવવો પડશે. ઝીરો લગાવ્યા બાદ જ આપનો ફોન કનેક્ટ થશે.
આ કારણે કર્યાં ફેરફાર
ફિકસ્ડ લાઇન અને મોબાઈલ દ્વારા વધુ નંબર આપવાની યોજનાનને ધ્યાનમાં રાખીને દૂરસંચાર વિભાગે આ વ્યવસ્થાને લાગૂ કરી હતી. દૂરસંચાર વિભાગની સૂચના મુજબ દરેક લેન્ડલાઇનથી મોબાઇલ ફોન કનેક્ટ કરવા માટે ઝીરો લગાવવો અનિવાર્ય કરાયો છે.
દૂરસંચાર વિભાગે ગત વર્ષે નવેમ્બરથી આ મુદ્દે જાણકારી આપતા જણાવ્યું હતું કે, 15 જાન્યુઆરી 2021થી લેન્ડલાઇનથી મોબાઇલ ફોન કરતી વખતે નંબર આગળ ઝીરો લગાવવો પડશે. દૂરસંચારનું કહેવું છે કે, આ સુવિધાના કારણે નવા નંબર આપવા સરળ રહેશે તેમજ તેનાથી 253.9 કરોડ નંબર નવા બનાવી શકાશે. જો કે લેન્ડલાઇનથી લેન્ડલાઇન અને મોબાઇલથી મોબાઇલ ફોન કરવામાં કોઇ પ્રકારનો ફેરફાર નથી કરાયો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ટેકનોલોજી
બોલિવૂડ
Advertisement
