શોધખોળ કરો
Advertisement
ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું, 35 લોકો કાટમાળમાં દટાયા, 12થી વધુના મોત
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી કેટલાય જિલ્લાઓમાં તબાહી મચી છે. અત્યાર સુધીમાં આ ઘટનામાં 12થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. હવામાન વિભાગે આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. પહાડ ધસી પડવાને કારણે ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથના રસ્તાઓ બંધ થઇ ગયા છે. હવામાન વિભાગે આગલા 72 કલાકમાં નૈનીતાલ, ઉધમસિંહનગર અને ચંપાવતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
ઉતરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને લીધે નદીમાં પુર આવ્યુ છે. અને વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ચમોલી જિલ્લામાં 8 લોકોના નંદાકિની નદીમાં વહી જવાના સમાચાર છે. જ્યારે પિથૌરાગઢમાં 35 લોકોના કાટમાળ નીચે દબાયેલા હોવાની માહિતી મળી છે. નંદાકિની, અલકનંદા અને પિંડર નદીઓ ભયજનક સપાટી પર છે. ઘાટ એરિયામાં 8 લોકો નંદાકિની નદીમાં તણાયા છે. બાગેશ્વરમાં વરસાદને લીધે સરયૂ અને ગોમતીમાં જળસ્તર વધી રહ્યું છે.
કમાઉંના પિથૌરાગઢના જનપદમાં આખી રાત વરસાદ પડ્યો હતો. સડીડીહાટના સિંઘાળી ક્ષેત્રમાં બસ્તડી, દયાલકોટ ગૈરાડમાં તબાહીના દશ્યો જોવા મળી રહ્યા છે. ડિઝાસ્ટર વિભાગના કંટ્રોલ રૂમ દ્વાર 35 લોકોના દબાવાના સમાચાર મળી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement