શોધખોળ કરો

કમલેશ તિવારી હત્યાકાંડ: હત્યારાઓને પિસ્તોલ આપનાર વધુ એક આરોપીની ધરપકડ

લખનઉમાં હિંદુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીની હત્યા મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ એટીએસે અને ગુજરાત એટીએસએ કાનપુરથી યુસુફ ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

નવી દિલ્હી: લખનઉમાં હિંદુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીની હત્યા મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ એટીએસે અને ગુજરાત એટીએસએ કાનપુરથી યુસુફ ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી છે. યુસુફ ખાન વિરુદ્ધ આરોપ છે કે તેણે કમલેશ તિવારીનાં હત્યારાઓને પિસ્તોલ પહોંચાડી હતી. હિંદુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીનાં હત્યારાઓને પિસ્તોલ આપનાર આરોપી યુસુફ ખાન મૂળ યુપીનાં ફતેહપુરાનો રહેવાસી છે. તે છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રહેતો હતો. તેને શુક્રવારે સાંજે 6 વાગ્યે કાનપુરનાં ઘંટાઘર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશ એટીએસે જણાવ્યું કે, 18 ઓક્ટોબરે બે આરોપીઓએ કમલેશ તિવારીની હત્યા કરી હતી. મુખ્ય આરોપી અશફાક અને મોઇનુદ્દીન ઉર્ફ ફરીદ પઠાણની આ મામલામાં ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તેઓ જેલમાં બંધ છે. ગુજરાત એટીએસે હત્યાનું કાવતરૂ ઘડનારા સુરતના ઉમરવાડા લીંબાયતમાં રહેતા રશીદ ખુરશીદ પઠાણ, મોસીન શેખ અને શહેજાન મેમ્બરની તેમના ઘરેથી 19 ઓક્ટોબરના રોજ સવારે ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે ત્રણ મોબાઈલ કબજે કર્યા છે. કમલેશ તિવારીની હત્યા થયા બાદ ઘટનાસ્થળે પહોંચેલી ઉત્તરપ્રદેશ પોલીસને મિઠાઈનું બોક્સ મળી આવ્યું હતું. તપાસ કરતા આ મિઠાઈ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ધરતી નમકીન નામની દુકાનમાંથી ખરીદવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ઉત્તરપ્રદેશ પોલીસે આ મામલે ગુજરાત એટીએસને જાણ કરી હતી. એટીએસે આ દુકાને જઈને સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા આરોપીઓ મિઠાઈ ખરીદતા સીસીટીવીમાં ઝડપાઈ ગયા હતા. બાદમાં પોલીસે સુરતના ઉમરવાડા લિંબાયત ખાતે રહેતા રશીદ, મોસીન અને શહેજાનની ધરપકડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો

Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

Embed widget