Uttar Pradesh : તમને શરમ આવવી જોઈએ.. સગા બાપનું સમ્માન નથી કરી શક્યા : અખિલેશ પર વરસ્યા CM યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, તમને શરમ આવવી જોઈએ, જેઓ તેમના પિતાનું સન્માન નથી કરી શકતા.
CM Yogi Attacks Akhilesh Yadav : ઉત્તર પ્રદેશ વિધાનસભા તોફાની બની હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં રાજ્યપાલના ભાષણ પર ચર્ચા દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યપાલના સંબોધન દરમિયાન સમાજવાદી પાર્ટી અને આરએલડી ધારાસભ્યોની નારાજગી પર મુખ્યમંત્રીએ વિપક્ષના નેતાને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમનું નામ લીધા વિના જ સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખીલેશ યાદવનો બરાબરનો ઉધડો લીધો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, તમને શરમ આવવી જોઈએ, જેઓ તેમના પિતાનું સન્માન નથી કરી શકતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રૌદ્ર રૂપ દેખાડતા કહ્યું હતું કે, જે માતૃશક્તિન્જં સમ્માન નથી કરી શકતા તે રાજ્યની અડધી વસ્તીનું સન્માન કેવી રીતે કરશે? રાજ્યપાલ માતૃશક્તિનું પ્રતીક છે, તે બંધારણીય વડા છે. તેમના શબ્દોનું સન્માન કરવું જોઈએ. ગૃહમાં તેમનું વર્તન યોગ્ય હોવું જોઈએ. મહિલાનો વિરોધ, અસંસદીય અભદ્ર ભાષા, સૂત્રોચ્ચાર આ બધુ ખુબ જ દુઃખદ હતું. મુખ્યમંત્રીએ 'ગેસ્ટ હાઉસની ઘટના' અને 'લડકે હૈ, લડકો સે ગલતી હો જાતી હૈ' નો પણ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની જનતાને દોષ ન આપો. તમે તો તમારા પિતાનું પણ સન્માન નથી કરી શક્યા. તમારા પોતાના કારનામાઓને શોષણને દોષિત ઠેરવો.
મહાકવિ રામધારી સિંહ 'દિનકર'ને ટાંકીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મૂલ જાનના બડા કઠીન હૈ નદિયો કા, વીરો કા ધનુષ છોડકર ઔર ગોત્ર ક્યા હોતા હૈ રણધીરો કા, પાતે હૈ સમ્માન તપોબલ સે ભૂતલ પર શૂર 'જાતિ-જાતિ' કા, શોર મચારે કેવલ કાયર ક્રૂર. સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આજે ડબલ એન્જીનવાળી સરકાર કોઈપણ જાતના ભેદભાવ વગર રાજ્યના 25 કરોડ લોકોને શાસનની યોજનાઓનો લાભ બમણી ઝડપે જમીન પર લઈ જઈ રહી છે.
CM Survey: યોગી આદિત્યનાથ છે દેશના બેસ્ટ મુખ્યમંત્રી, સર્વેમાં થયો ખુલાસો, જાણો નંબર 2 અને 3 પર કોનું છે નામ
દેશમાં આ સમયે 30 રાજ્યોમાં ચૂંટાયેલી સરકારો છે, આમાં દિલ્હી અને પોંડુચેરી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો પણ સામેલ છે. તાજેતરમાં જ એક સર્વેમાં સામે આવ્યુ છે કે, જેમાં લોકોને બેસ્ટ મુખ્યમંત્રીને લઇને તેમનો મત પુછવામાં આવ્યો. આમાં લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાની પહેલી પસંદ બતાવ્યા છે.
ઇન્ડિયા ટુડે અને સી વૉટરના એક તાજે સર્વેમાં દેશનો મૂડ જાણવાની કોશિશ કરવામાં આવી, આ સ્ર્વેમાં બેસ્ટ સીએમ પસંદગી કરવાનો વારો આવ્યો તો યોગી આદિત્યનાથ જનતાની પહેલી પસંદ બન્યા છે. સર્વે અનુસાર, 39.1 લોકોએ યોગી આદિત્યનાથને બેસ્ટ પરફોર્મિંગ સીએમ તરીકે પસંદ કર્યા છે.