Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
Chamoli Glacier Burst: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 55 કામદારો બરફમાં ફસાયા હતા, જેમાંથી 50 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. 5 કામદારોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ખૂબ હિમવર્ષા થઈ છે.

Chamoli Glacier Burst: શુક્રવારે સવારે, ઉત્તરાખંડના ચમોલીના માના ગામ પાસે, એટલું ભારે બરફનું તોફાન આવ્યું કે રસ્તાના બાંધકામમાં રોકાયેલા 55 મજૂરો તેમાં ફસાઈ ગયા. અત્યાર સુધીમાં બરફ નીચે દટાયેલા 50 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી 4 મૃત્યુ પામ્યા છે. ફસાયેલા 5 કામદારોની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે 14 અન્ય લોકોને પણ બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે. આ વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ગુમ થયેલા કામદારોને શોધવા માટે શનિવારે સવારે 7.30 વાગ્યાથી બચાવ કામગીરી ચાલુ છે.
#WATCH | देहरादून: उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी ने कहा, "48 लोगों को बचा लिया गया है और बाकी 7 लोगों को बचाने के लिए हर प्रकार के प्रयास किए जा रहे हैं। यह चुनौतिपूर्ण है क्योंकि आसपास के क्षेत्रों में बिजली का संपर्क कट गया है लेकिन वहां जल्द से जल्द इसे बहाल करने… pic.twitter.com/XuezmRcvGE
— ANI_HindiNews (@AHindinews) March 1, 2025
ITBP કમાન્ડન્ટ વિજય કુમારે જણાવ્યું હતું કે બચાવાયેલા કામદારોમાં 2 થી 3 કામદારોને ફ્રેક્ચર અને માથામાં ઈજા થઈ હતી. તેને દાખલ કરવામાં આવ્યા છે. આઈજી સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા છે. બાકીના કામદારો ટૂંક સમયમાં મળી જશે. ડીઆઈજી ગાઉન્ડ પર કામ કરી રહ્યા છે તેથી સાંજ સુધીમાં સારા સમાચાર મળવાની અપેક્ષા છે. બચાવાયેલા તમામ કામદારોને જોશીમઠ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
200 થી વધુ સૈનિકો બચાવ કાર્યમાં રોકાયેલા છે
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 55 કામદારો બરફમાં ફસાયા હતા, જેમાંથી 50 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. 5 કામદારોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ખૂબ હિમવર્ષા થઈ છે. શક્ય તેટલી વહેલી તકે નેટવર્ક સ્થાપિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે. 200 થી વધુ સૈનિકો બચાવ કામગીરીમાં રોકાયેલા છે. સેના, ITBP, વાયુસેના, BRO, SDRF, ફાયર સર્વિસ અને અન્ય બચાવ કામગીરીમાં સામેલ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે BRO કામદારો 8 સ્ટીલના કન્ટેનરમાં હતા. 5 કન્ટેનર સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા છે.
શુક્રવારે રાત્રે બરફ નીચેથી બહાર કાઢવામાં આવેલા કામદારોને માના ગામ નજીક આર્મી કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી 3 લોકોની હાલત ગંભીર હતી. તેમને સારવાર માટે આર્મી હોસ્પિટલ જ્યોતિર્મઠમાં દાખલ કરવામાં આવ્યા છે. સેના અને ITBPના જવાનો બરફમાં દટાયેલા બાકીના કામદારોને શોધવામાં સતત રોકાયેલા છે. ઉત્તરાખંડ સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તે જ સમયે, પીએમ મોદીએ પણ શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે.
આ પણ વાંચો...
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
