શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ ઉત્તરાખંડ સચિવાલય એક સપ્તાહ બંધ રહેશે, ઘરેથી કામ કરશે કર્મચારી
સ્કૂલો સહિત સાર્વજનિક રીતે લોકોને એકઠા થવાના સ્થળોને બંધ કરવાના આદેશ આપવામાં આવી ચૂક્યા છે.
દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં પણ કોરોનાનો ડર ફેલાઇ રહ્યો છે. ત્રિવેન્દ્ર સરકારે ત્રણ વર્ષ પુરા થવાના દિવસે જ સચિવાલયને એક સપ્તાહ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન કર્મચારી પોતાના ઘરેથી જ કામ કરશે ને ખૂબ જરૂરી હોય તો જ સચિવાલય આવશે. આ અગાઉ સરકાર કોરોનાની મહામારી જાહેર કરી ચૂકી છે. સ્કૂલો સહિત સાર્વજનિક રીતે લોકોને એકઠા થવાના સ્થળોને બંધ કરવાના આદેશ આપવામાં આવી ચૂક્યા છે.
કોરોના વાયરસને રોકવા માટે ઉત્તરાખંડ સરકારે આદેશ આપ્યો હતો કે, કોરોના વાયરસ ઇન્ટરનેશનલ જન સમસ્યાના રૂપમાં ઇમરજન્સીનું રૂપ ધારણ કરી રહ્યો છે. વર્તમાન સ્થિતિમાં તેને રોકવો જરૂરી છે. સચિવાલયમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને મુલાકાતીઓ આવતા હોવાના કારણે એક સપ્તાહ સુધી બંધ રાખવામાં આવશે અને તમામ કર્મચારીઓ પોતાના ઘરેથી જ કામ કરશે. જો જરૂરી હશે તો સંબંધિત અધિકારી અને કર્મચારી સચિવાલયમાં આવીને કામ કરશે. નોંધનીય છે કે ઉત્તરાખંડમાં અત્યાર સુધી કોરોના વાયરસનો ફક્ત એક કેસ પોઝિટીવ આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement