શોધખોળ કરો

Uttarkashi Tunnel Rescue: સુરંગમાંથી આ રીતે એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા 41 મજૂરો, જુઓ Video

Uttarkashi Tunnel Rescue: સિલ્ક્યારાની સુરંગમાં 41 મજૂરો છેલ્લા 17 દિવસથી ફસાયેલા હતા

Uttarkashi Tunnel Rescue:  ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત સિલ્ક્યારાની સુરંગમાં 41 મજૂરો છેલ્લા 17 દિવસથી ફસાયેલા હતા.  ઘણા દિવસો સુધી ચાલેલા બચાવ અભિયાન બાદ કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે. આ મજૂરોને એમ્બ્યુલન્સ દ્વારા સીધા આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી રહી છે.

સ્ટ્રેચર અને દોરડાની મદદથી મજૂરોને ટનલમાંથી બહાર કઢાયા

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ કામદારોને 60 મીટર 800 એમએમ પાઇપ દ્વારા કાઢવામાં આવ્યા હતા. NDRFની ટીમોએ સ્ટ્રેચર અને દોરડાની મદદથી તમામ મજૂરોને પાઇપ મારફતે બહાર કાઢ્યા છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન સમાપ્ત થઈ ગયું છે.

25 નવેમ્બરે 48 મીટર ડ્રિલિંગ કર્યા બાદ કાટમાળમાં સળિયા અને પથ્થરો સાથે અથડાવાને કારણે ઓગર મશીનને નુકસાન થયું હતું. આખરે તે તૂટી ગયું હતુ. ત્યારબાદ મશીનના ભાગોને કાટમાળમાંથી બહાર કાઢવામાં ઘણો સમય લાગ્યો હતો. ઓગર મશીનનો ઉપયોગ કરીને ડ્રિલિંગમાં નિષ્ફળતા મળ્યા પછી વર્ટિકલ ડ્રિલીંગ શરૂ કરવામાં આવ્યું હતું.

રેટ માઇનર્સની મદદથી અંતિમ 10 થી 12 મીટરનું ડ્રિલીંગ કરાયુ

ટનલના મેન્યુઅલ ખોદકામ માટે 6 'રેટ માઇનર્સ'ની ટીમને સિલ્ક્યારા બોલાવવામાં આવી હતી. રેટ માઇનર્સ દ્વારા છેલ્લા 10 થી 12 મીટરના મેન્યુઅલ ડ્રિલીંગ પછી અંદર 800 મીમીના વ્યાસવાળા પાઇપ નાખવામાં આવ્યા હતા. જેના દ્વારા કામદારોને બહાર કાઢવાની તૈયારી કરવામાં આવી હતી.

પીએમ મોદીએ બચાવ અભિયાનની સફળતા પર ટ્વિટ કર્યું

સિલ્કિયારા ઓપરેશનમાં સફળતા બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે 'ઉત્તરકાશીમાં આપણા શ્રમિક ભાઈઓના બચાવ અભિયાનની સફળતા દરેકને ભાવુક કરી દેશે. સુરંગમાં ફસાયેલા મિત્રોને હું કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે. હું તમારા બધાના સારા સ્વાસ્થ્યની કામના કરું છું. ખૂબ જ સંતોષની વાત છે કે લાંબી રાહ જોયા બાદ હવે આપણા આ સાથીઓ તેમના પ્રિયજનોને મળશે. હું આ બચાવ કાર્ય સાથે જોડાયેલા તમામ લોકોની હિંમતને પણ સલામ કરું છું. તેમની બહાદુરી અને સંકલ્પ શક્તિએ આપણા શ્રમિક ભાઇઓને નવું જીવન આપ્યું છે.

ટોપ સ્ટોરી

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget