Vastu Tips: રોગોથી દૂર રાખે છે વાસ્તુ મુજબ બનેલ કિચન, અપનાવો આ નિયમ
વાસ્તુશાસ્ત્ર મુખ્ય દિશાઓ પર આધારિત છે. વાસ્તુ શાસ્ત્રના નિયમને અનુસરવાથી ઘરમાં ખુશહાલી આવે છે. ઘરમાં કિચન મહત્વપૂર્ણ સ્થાન છે. આ સ્થિતિમાં રસોઇઘર પણ વાસ્તુ મુજબ હોય તે જરૂરી છે. જો વાસ્તુના નિયમને ધ્યાનમાં રાખીને રસોઇ ઘર બનાવવામાં આવે તો રોગ અને કલેશ બંને ઘરથી દૂર રહે છે.
વાસ્તુશાસ્ત્ર મુખ્ય દિશાઓ પર આધારિત છે. વાસ્તુ શાસ્ત્રના નિયમને અનુસરવાથી ઘરમાં ખુશહાલી આવે છે. ઘરમાં કિચન મહત્વપૂર્ણ સ્થાન છે. આ સ્થિતિમાં રસોઇઘર પણ વાસ્તુ મુજબ હોય તે જરૂરી છે. જો વાસ્તુના નિયમને ધ્યાનમાં રાખીને રસોઇ ઘર બનાવવામાં આવે તો રોગ અને કલેશ બંને ઘરથી દૂર રહે છે.
કહેવાય છે કે, વાસ્તુમાં દરેક વસ્તુનો ઇલાજ છે. જો વાસ્તુના નિયમ મુજબ ઘરનું બાંધકામ કરવામાં આવે તો કેટલીક સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. વાસ્તુશાસ્ત્ર મુખત્વે દિશાઓનુ જ્ઞાન છે. જેનાથી ઘરમાં ખુશહાલી આવે છે અને રોગ દ્રરિદ્રતા ક્લેશ દૂર રહે છે.
આ છે ઘરની યોગ્ય દિશા
રસોઇઘર બનાવતી વખતે હંમેશા આ વાતનું ધ્યાન રાખો, આપનું કિચન અગ્નિ કોણમાં હોય. તેનાથી ફાયદો થાય છે. આ દિશામાં રસોઇ ઘર હોય તો અન્ન અને ઘનની બરબાદી નથી થતી. ઘરના સદસ્યોનું પેટ ક્યારેય ખરાબ નથી થતું.
કરો આ ઉપાય
હવે સવાલ એ પણ છે કે, જો આપનું કિચન અગ્નિ દિશા સિવાય અન્ય ખૂણામાં બન્યું હોય તો શું કરી શકીએ. આ સ્થિતિમાં આપ રસોઇઘરની ઉત્તર દિશામાં સિંદૂરી ગણપતિની તસવીર લગાવી જોઇએ. આ ઉપાયથી વાસ્તુદોષનું નિવારણ થાય છે.
આ દિશામાં રાખો ગેસ
કિચનની દિશા નક્કી થયા બાદ કિચનની ગેસનું સ્થાન એવી દિશામાં રાખવું જોઇએ કે રસોઇ કરનારનું મોં પૂર્વ દિશા તરફ રહે. આ રીતે ગેસ રાખવાથી ઘરમાં બરકત રહે છે અને ધન ધાનની વૃદ્ધિ થતી રહે છે.
રંગોનો ખ્યાલ રાખો
દિશાની જેમ રંગ પણ વાસ્તુશાસ્ત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. કિચનમાં થોડા બ્રાઇટ કલરને શુભ મનાય છે. નારંગી, આસમાની, લાઇટ બ્લુ, કલરને કિચન માટે અવોઇડ કરવો
આ દિશામાં ભોજન કરવું
ભોજન બનાવવાની સાથે ભોજનની દિશા કઇ હોવી જોઇએ, આ મુદે પણ વાસ્તુ શાસ્ત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. જો આપનો ડાઇનિંગ એરિયા કિચન એરિયામાં હોય તો ભોજન લેનારનું મોં પૂર્વ દિશા તરફ રહે તે જરૂરી છે. આ રીતે ભોજન કરવાથી પેટ સંબંધિત કોઇ બીમારી થતી નથી અને પાચન સંબંધિત સમસ્યાની સમસ્યા પણ નથી નડતી.