શોધખોળ કરો
કર્ણાટકના દિગ્ગજ સંગીતકાર બાલમુરલી કૃષ્ણનું 86 વર્ષે નિધન

ચેન્નાઈ: કર્ણાટક સંગીતના પ્રસિદ્ધ ગાયક એમ બાલમુરલી કૃષ્ણનું નિધન થયું છે. 40 વર્ષ સુધી તેમણે પોતાના સુરોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમના પરિવારે જણવ્યું કે 86 વર્ષના ગાયક થોડા સમય પહેલા બિમાર હતા અને તેમના નિવાસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા. સંગીત ક્ષેત્રે અતિ સમ્માનિત હસ્તી એવા બાલમુરલી કૃષ્ણએ ‘મિલે સુર મેરા તુમ્હારા’માં કેટલીક તમિલ પંક્તિઓ ગાઈ હતી. 1965માં શિવાજી ગણેશન અભિનીત ‘તિરુવિલયાદલ’માં તેમના ગીત 'ઓરુ નાલ પોથુમા'ને તમિલ શ્રોતાઓમાં અતિ લોકપ્રિય છે. બાલમુરલ કૃષ્ણએ તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે. તેમને પદ્મ વિભૂષણ સાથે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. કર્ણાટક સંગીતની શીર્ષ હસતીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
વધુ વાંચો




















