'પેટ્રોલ તો કોઈપણ 10 રુપિયા સસ્તુ આપશે, પંરતુ આવો વીડિયો કોણ આપશે ?'સોશિયલ મીડિયામાં ટ્વિટ વાયરલ
એક ટ્વિટ હાલમાં વાયરલ થઈ રહ્યું છે અને તેમાં સતત એમ કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ગમે તેટલા વધે, પરંતુ દેશના દુશ્મનોની સામે સરકાર કાર્યવાહી કરતી રહે.
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને વિપક્ષ સરકાર પર સતત નિશાન સાધી રહ્યું છે. તેમછતા કેટલાક લોકો માટે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત કરતા એ વાત મહત્વપૂર્ણ છે કે સરકાર કેટલા આતંકવાદીઓને ઠેકાણે પાડી દે છે. આવું જ એક ટ્વિટ હાલમાં વાયરલ થઈ રહ્યું છે અને તેમાં સતત એમ કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ગમે તેટલા વધે, પરંતુ દેશના દુશ્મનોની સામે સરકાર કાર્યવાહી કરતી રહે.
શ્રીષ ત્રિપાઠીએ લખ્યું, પેટ્રોલ તો સબસિડી લઈને કોઈ પણ 10 રૂપિયા લીટર સસ્તુ આપશે, પરંતુ આતંકીઓને હૂરો સુધી પહોંચાડનારો આવો વીડિયો કોણ આપશે ? આ સાથે જ તેણે આ ટ્વિટમાં લખ્યું, આ નવું ભારત છે! આતંકવાદ પર ઝીરો ટોલરેંસ નીતિ મુજબ જે ઘરમાં આતંકી છુપાયા હોય, તે ઘરને જ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલથી ઉડાવી દે છે સેના હવે!
ટ્વિટની સાથે એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં એક સળગતુ ઘર જોવા મળી રહ્યું છે. સાથે જ ઘર તરફ જોરદાર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ વીડિયોની પુષ્ટી નથી કરવામાં આવી કે આ ક્યારનો છે અને ક્યાંનો છે.
पेट्रोल तो सब्सिडी दे कर कोई भी 10₹ लीटर सस्ता दे देगा, पर आतंकियों को हूरों तक पहुंचाने वाली ऐसी वीडियो कौन देगा? 🤓
— श्रीष त्रिपाठी 🇮🇳 (@Shrish_1987) July 21, 2021
ये नया भारत है! आतंकवाद पर ज़ीरो टोलरेंस नीति के तहत जिस घर में आतंकी छिपे हों उस घर को ही मैन पोर्टेबल एंटी टैंक गाइडेड मिसाइल से उड़ा देती है सेना अब! 😁
👇 pic.twitter.com/EOMi26kq8R
આ ટ્વિટના માત્ર બે કલાકમાં જ ઘણા લોકોએ આ વીડિયો જોયો છે. આ ટ્વિટને ત્રણસોથી વધુ લોકોએ રિટ્વિટ કર્યું છે. સાથે જ આ વીડિયોને પસંદ કરનારાની સંખ્યા વધુ છે.
એક વ્યક્તિએ લખ્યું, જોઈને મજા આવી ગઈ, એક મતની તાકાત આજે જોઈ. જ્યારે ઘણા અન્ય લોકોએ મોદી સરકારની ખૂબ પ્રશંસા કરી છે.
Aatankwadiyo ko saaf karna hai to aise hi karna padega
— Sanjay Kumar Agrhari (@SanjayK34924944) July 22, 2021
कब तक जवानों को गवाएंगे...!
— Dr Rajendra Gupta,M.S. (@DrRajendraGupt4) July 22, 2021
दूर से उड़ा दो.....?
Well-done Indian army....!
— Dr Rajendra Gupta,M.S. (@DrRajendraGupt4) July 22, 2021