શોધખોળ કરો
Advertisement
પ્રયાગરાજ: રામ મંદિર જલ્દી બનાવવાનો પ્રસ્તાવ VHPની ધર્મસંસદમાં પાસ
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ કુંભમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજીત ધર્મ સંસદમાં જલ્દી રામ મંદિર બનાવવાનો પ્રસ્તાવ પાસ થઇ ગયો છે. જો કે પ્રસ્તાવમાં તારીખનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આગામી ચાર મહિનામાં રામ મંદિર નિર્માણને લઇને કોઈ જ આંદોલન કરવામાં નહીં આવે. વીએચપીએ આ નિર્ણય લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લીધો છે.
વિશ્વ હિંદુ પરિષદના આલોક કુમારે જણાવ્યું કે, "વીએચપીના ધર્મ સંસદમાં રામ મંદિરને લઇને સંતોએ જે પ્રસ્તાવ પાસ કર્યો છે તેના પ્રમાણે ધર્મ સંસદ 42 એકરની જમીન પર રામ જન્મભૂમિ ન્યાસને પરત આપવાની કેન્દ્ર સરકારની અરજીનું સ્વાગત કરે છે. એટલુંજ નહીં ધર્મ સંસદનું માનવું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન રામ જન્મભૂમિ માટે આંદોલન કરવું એક ચૂંટણી મુદ્દો હોઇ શકે છે તેથી કોઈ આગામી ચાર મહિનામાં કોઈ જ આંદોલન નહીં કરવામાં આવે."
ઉલ્લેખનીય છે કે, 30 જાન્યુઆરીએ જ્યોતિષ પીઠાધીશ્વર સ્વરુપાનંદ સરસ્વતીની આગેવાનીમાં ધર્મ સંસદમાં જાહેરાત કરવામાં આવી હતી કે 21 ફેબ્રુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસનો કાર્યોક્રમ યોજાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion