VivaTech 5th Edition: પીએમ મોદીએ વિશ્વને ભારતમાં રોકાણ કરવાનું આમંત્રણ આપીને ક્યા 5 પીલર ગણાવ્યા ?
મહામારી દરમિયાન લોકોને સમય પર મદદ પહોંચાડવામાં મદદ કરી. લોકોને ફ્રી રાશન આપ્યું. વિવા ટેક સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે કોવિડની બે રસી ભારતમાં બની ગઈ છે અને અમુક રસીના વિકાસ તથા પરીક્ષણનું કામ ચાલી રહ્યું છે.
VivaTech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિવાટેક સંમેલનમાં સામેલ થઈને ટેકનોલોજી અને ઈનોવેશનના ઉપલબ્ધિ ગણાવી હતી. તેમણે કહ્યું કે, જ્યાં કન્વેંશન ફેલ જાય છે ત્યાં ઈનોવેશન કામ આ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, મહામારીના કારણ ઉત્પન્ન થયેલી સ્થિતિ બાદ આપણે સ્વાસ્થ્ય સુવિધાઓ અને અર્થવ્યવસ્થામાં સુધારો કરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે, ભારતના યુવાઓએ વિશ્વને કેટલીક ગંભીર સમસ્યાઓનું ટેકનોલોજીકલ સમાધાન આપ્યું છે, આજે ભારતમાં 1.18 બિલિયન મોબાઇલ ફોન તથા 775 મિલિયન ઈન્ટરનેટ વપરાશકર્તા છે.
આ 5 સ્તંભના આધારે દુનિયાને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ
પીએમ મોદીએ કહ્યું કે, પ્રતિભા, બજાર, રોકાણ, ઈકોસિસ્ટમ અને કલ્ચર ઓફ ઓપનર્સ આ 5 સ્તંભના આધારે દુનિયાને ભારતમાં રોકાણ કરવા આમંત્રિત કરું છું. સ્ટાર્ટઅપને સ્વાસ્થ્ય સેવાઓ, પર્યાવરણ અનુકૂળ ટેકનોલોજી, કૃષિ, શિક્ષણની નવી રીતોની સંભાવના શોધવી પડશે.
I invite the world to invest in India based on the five pillars of - talent, market, capital, eco-system, and culture of openness: PM Narendra Modi pic.twitter.com/B5KPTxiXnN
— ANI (@ANI) June 16, 2021
કોરોના રસીને લઈ શું બોલ્યા પીએમ
તેમણે એમ પણ જણાવ્યું, આધારે મહામારી દરમિયાન લોકોને સમય પર મદદ પહોંચાડવામાં મદદ કરી. લોકોને ફ્રી રાશન આપ્યું. વિવા ટેક સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે કોવિડની બે રસી ભારતમાં બની ગઈ છે અને અમુક રસીના વિકાસ તથા પરીક્ષણનું કામ ચાલી રહ્યું છે.
શું છે વિવાટેક
વિવાટેક યૂરોપનો સૌથી મોટો ડિજિટલ અને સ્ટાર્ટઅપ કાર્યક્રમ છે. વર્ષ 2016થી દરેક વર્ષે ફ્રાંસની રાજધાની પેરિસમાં તેનું આયોજન થાય છે. આ કાર્યકર્મમાં એપલના સીઈઓ ટિમ કુક, ફેસબુકના ચીફ અને સીઈઓ માર્ક ઝકરબર્ગ, માઇક્રોસોફ્ટના હેડ બ્રેડ સ્મિથ સહિત કોર્પોરેટ ક્ષેત્રના હસ્તીઓ સામેલ થયા.
કોવેક્સિનમાં નવજાત વાછરડાંના સીરમનો ઉપયોગ થાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું....
પેટ્રોલ-ડીઝલના ભડકે બળી રહ્યા છે ભાવ, આ ટિપ્સ અપનાવીને વધારો માઇલેજ
કોરોના રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો કેમ વધારવામાં આવ્યો ? જાણો મોદી સરકારે શું કહ્યું
દેશની સૌથી મોટી સરકારી બેંકના ખાતેદાર માટે મહત્વના સમાચાર, જાણો વિગત